Not Set/ આયર્લેન્ડ : એવું તો શું થયું કે રસ્તા પર મહિલાઓને પેન્ટી બતાવીને વિરોધ કરવો પડ્યો !

આયર્લેન્ડમાં બળાત્કારના આરોપીને છોડી દેતા એક મહિલા સાંસદે તેનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ સાંસદ સભ્યે આંતરવસ્ત્ર એટલે કે પેન્ટી બતાવીને વિરોધ કર્યો હતો. આ મામલે લોકો સોશ્યલ મીડિયામાં પણ વિરોધ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બળાત્કારના આરોપીને તેના વકીલની મદદથી છોડી દેવામાં આવ્યો છે. વકીલે પીડિતાની પેન્ટી અદાલતમાં સબુત તરીકે બતાવી હતી […]

Top Stories World Trending
panty આયર્લેન્ડ : એવું તો શું થયું કે રસ્તા પર મહિલાઓને પેન્ટી બતાવીને વિરોધ કરવો પડ્યો !

આયર્લેન્ડમાં બળાત્કારના આરોપીને છોડી દેતા એક મહિલા સાંસદે તેનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.

Ruth Coppinger showed a thong in parliament for protest   (PHOTO:The Times)

આ સાંસદ સભ્યે આંતરવસ્ત્ર એટલે કે પેન્ટી બતાવીને વિરોધ કર્યો હતો. આ મામલે લોકો સોશ્યલ મીડિયામાં પણ વિરોધ કરી રહ્યા છે.

Image result for ireland

સુત્રોના જણાવ્યા પ્રમાણે બળાત્કારના આરોપીને તેના વકીલની મદદથી છોડી દેવામાં આવ્યો છે. વકીલે પીડિતાની પેન્ટી અદાલતમાં સબુત તરીકે બતાવી હતી અને કહ્યું હતું કે બંને લોકોની સહમતિથી શારીરિક સંબંધ બંધાયો હતો તેને બળાત્કાર ન કહેવાય.

Image result for ireland

ત્યારબાદ આરોપીને છોડી દેવામાં આવ્યો હતો જેને લઈને લોકોનો ગુસ્સો વધી ગયો હતો.

આ વિરોધમાં સાંસદ સભ્ય રૂથ કોપીનગરે પોતાનું સમર્થન આપ્યું છે. તે એક પેન્ટી લઈને સંસદ પહોચી હતી. અને તેણે સાંસદમાં તે બતાવતા કહ્યું હતું કે આ આંતરવસ્ત્ર સાંસદમાં જોઇને સૌ કોઈને શરમ આવે છે. આપણે વિચારવું જોઈએ કે જયારે પીડિતાની પેન્ટીને અદાલતમાં બધા વચ્ચે બતાવી ત્યારે તેને કેવું લાગ્યું હશે.

#ThisIsNotConsent હેશટેગ સાથે મોટા ભાગની મહિલાઓ આ મામલે વિરોધ કરી રહી છે. ઘણા લોકો વિરોધ કરવા માટે રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા.

આ છે કિસ્સો

તમને જણાવી દઈએ કે ૧૭ વર્ષની એક છોકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો જેનો આરોપી ૨૭ વર્ષીય હતો. કોર્કની અદાલતે ૬ નવેમ્બરના રોજ આરોપીની દલીલ માની લીધી કે પીડિતા અને આરોપી વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયો હતો. પીડિતની પેન્ટી લઈને આરોપીના વકીલ અદાલતમાં આવ્યા હતા અને કહ્યું હતું કે પીડિતા આરોપીથી આકર્ષાઈ ગઈ હતી અને સંબધ બાંધ્યો હતો.