Not Set/ ઉન્નાવ કેસ/ ભાઈએ કહ્યું, ‘પીડીતાના મૃતદેહને ધરતી માતામાં પેટાળમાં દફન કરીશું

શુક્રવારે રાત્રે 11.40 કલાકે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. ગુરુવારે સવારે જ્યારે તેણી ઘરેથી બહાર નીકળી ત્યારે બળાત્કારના આરોપીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમાં તે લગભગ 90 ટકા બળી ગઈ હતી, તેથી તેની સ્થિતિ નાજુક હતી. તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને લખનૌથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. પીડિતાના […]

Top Stories India
ભાવનગર 1 ઉન્નાવ કેસ/ ભાઈએ કહ્યું, 'પીડીતાના મૃતદેહને ધરતી માતામાં પેટાળમાં દફન કરીશું

શુક્રવારે રાત્રે 11.40 કલાકે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. ગુરુવારે સવારે જ્યારે તેણી ઘરેથી બહાર નીકળી ત્યારે બળાત્કારના આરોપીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમાં તે લગભગ 90 ટકા બળી ગઈ હતી, તેથી તેની સ્થિતિ નાજુક હતી. તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને લખનૌથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

પીડિતાના મોત બાદ હોસ્પિટલમાં છેલ્લા સમય સુધી તેની સાથે રહેતો તેનો ભાઈ હવે મીડિયા સામે આવ્યો છે. પીડિતાની છેલ્લી ઇચ્છાની સાથે, તેણીની અંતિમ વિધિ અંગે પણ તેને જણાવ્યુંહતું.

ઉન્નાવ પીડિતાના મૃત્યુ પછી મીડિયા સામે આવનાર તેના ભાઈને દુખ થયું કે હું મારી બહેનને બચાવી શક્યો નહીં. હવે હું સરકાર અને પોલીસ પાસે માંગ કરું છું કે જો મારી બહેન આ દુનિયામાં નથી તો આરોપીને પણ મોતની સજા થવી જોઈએ.

ભાઈએ કહ્યું કે અમે બહેનને વચન આપ્યું હતું કે તે તેને બચાવી લેશે, પરંતુ તેને બચાવી ના શક્યાં. અમે આરોપીઓને સજા પણ કરાવીશું. જ્યારે ભાઈને પીડિતાના અંતિમ સંસ્કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે તેની બહેનનો મૃતદેહ ગંગામાં નહિ પધરાવે, અને તેને અગ્નિદાહ પણ નહી આપે. તેઓ તેણીના મૃતદેહને ધરતી માતાના પેટાળમાં દફનાવી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.