Cattle Smuggling Case/ પ્રાણીઓની તસ્કરી સંબંધિત કેસ, CBIએ TMC નેતા અનુબ્રત મંડલ સામે ચાર્જશીટ કરી દાખલ

સીબીઆઈએ શુક્રવારે (7 ઓક્ટોબર) તૃણમૂલ કોંગ્રેસ (TMC) જિલ્લા અધ્યક્ષ અનુબ્રત મંડલ વિરુદ્ધ પ્રાણીની દાણચોરી સંબંધિત કેસમાં આસનસોલની વિશેષ સીબીઆઈ કોર્ટમાં બીજી ચાર્જશીટ દાખલ કરી

Top Stories India
5 10 પ્રાણીઓની તસ્કરી સંબંધિત કેસ, CBIએ TMC નેતા અનુબ્રત મંડલ સામે ચાર્જશીટ કરી દાખલ

સીબીઆઈએ શુક્રવારે (7 ઓક્ટોબર) તૃણમૂલ કોંગ્રેસ (TMC) જિલ્લા અધ્યક્ષ અનુબ્રત મંડલ વિરુદ્ધ પ્રાણીની દાણચોરી સંબંધિત કેસમાં આસનસોલની વિશેષ સીબીઆઈ કોર્ટમાં બીજી ચાર્જશીટ દાખલ કરી. ચાર્જશીટમાં મંડલને કૌભાંડમાં સહાયક અને લાભાર્થી ગણાવ્યા છે. અનુબ્રત મંડલની સીબીઆઈ દ્વારા 11 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલના સળિયા પાછળ છે.

અનુબ્રત મંડલની ધરપકડના 57 દિવસની અંદર સીબીઆઈએ ચોથી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કેટલીક કલમો હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીએ મંડલ અને તેના પરિવારના સભ્યોના નામે લગભગ 18 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ અને 50 થી વધુ જમીન અને સંપત્તિના દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે.

સીબીઆઈએ આ કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ અનુબ્રત મંડલની બોલપુર સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. સીબીઆઈએ મંડલને અનેક વખત સમન્સ જારી કર્યા હતા, પરંતુ તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થયા ન હતા. તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે મંડલે કથિત રીતે પશુઓના દાણચોરો માટે સલામત કોરિડોર પૂરો પાડ્યો હતો.

ચાર્જશીટની સાથે એજન્સીએ ટીએમસી નેતાના પરિવારના સભ્યોના નામે બેંક અને સંપત્તિના દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. અગાઉના દિવસે, ED અધિકારીઓએ મંડલના સુરક્ષા ગાર્ડ સેહગલ હુસૈનની પણ પૂછપરછ કરી હતી. આ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા હુસૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો ભારત-બાંગ્લાદેશ સરહદેથી બીરભૂમના બજારો દ્વારા પશુઓની દાણચોરી સાથે સંબંધિત છે અને સીબીઆઈએ 21 સપ્ટેમ્બર, 2020 ના રોજ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી.