Not Set/ મુંબઇની 20 વર્ષની મોડલની હત્યાનું ખુલ્યું ચોંકાવનારૂ રહસ્ય …. અહીં જાણો

મુંબઇ મુંબઈના મલાડ (પશ્ચિમ)માં માઈન્ડસ્પેસ પાસે કાંટાળી ઝાડીઓ વચ્ચે ટ્રાવેલ્સ બેગમાં 20 વર્ષીય મોડલ માનસી દીક્ષિતની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બેગ મળ્યાના 4 કલાકની અંદર જ બાંગુર નગર પોલીસે હત્યાના આરોપમાં 20 વર્ષના કોલેજના વિદ્યાર્થી મુજમ્મિલ સઇદને ઝડપી પાડ્યો છે, જે મિલ્લતનગર અંધેરી (પશ્ચિમ)માં રહેતો હતો. મુજમ્મિલે પોલીસને જણાવ્યુ કે ઘટના દરમિયાન માનસી તેના ફ્લેટમાં […]

Top Stories India
pjimage 3 1539654085 મુંબઇની 20 વર્ષની મોડલની હત્યાનું ખુલ્યું ચોંકાવનારૂ રહસ્ય .... અહીં જાણો

મુંબઇ

મુંબઈના મલાડ (પશ્ચિમ)માં માઈન્ડસ્પેસ પાસે કાંટાળી ઝાડીઓ વચ્ચે ટ્રાવેલ્સ બેગમાં 20 વર્ષીય મોડલ માનસી દીક્ષિતની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બેગ મળ્યાના 4 કલાકની અંદર જ બાંગુર નગર પોલીસે હત્યાના આરોપમાં 20 વર્ષના કોલેજના વિદ્યાર્થી મુજમ્મિલ સઇદને ઝડપી પાડ્યો છે, જે મિલ્લતનગર અંધેરી (પશ્ચિમ)માં રહેતો હતો.

મુજમ્મિલે પોલીસને જણાવ્યુ કે ઘટના દરમિયાન માનસી તેના ફ્લેટમાં હતી. ત્યારબાદ બન્ને વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થયો અને તેણે ગુસ્સામાં આવીને માનસીના માથા પર સ્ટુલ મારી દીધું જેના કારણે માનસી જમીન પર ઢળી પડી અને તેનુ મોત થઈ ગયુ.

model mumbai e1539872356252 મુંબઇની 20 વર્ષની મોડલની હત્યાનું ખુલ્યું ચોંકાવનારૂ રહસ્ય .... અહીં જાણો

માનસીની હત્યા પાછળનું જે કારણ જણાવ્યું છે તે ઘણું જ ચોંકાવનારું છે. મુજમ્મિલે પોલિસને આપેલી કબુલાત પ્રમાણે તેણે માનસી પાસે સેક્સની માંગણી કરી હતી, પરંતું તેણીએ મનાઇ કરતાં તેની હત્યા કરી નાંખી હતી.

પોલિસે મુજ્જમિલની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો અને રિમાન્ડ મેળવ્યા હતા.

આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે, તેણે માનસી સામે સેક્સની ઓફર મૂકી હતી, પરંતુ તેણે ઈનકાર કરી લીધો, તે પછી તેણે તેની હત્યા કરી દીધી.

Dead body 710x400xt e1539872896120 મુંબઇની 20 વર્ષની મોડલની હત્યાનું ખુલ્યું ચોંકાવનારૂ રહસ્ય .... અહીં જાણો

આરોપી મુજ્જમિલ હૈદરાબાદનો રહેવાસી છે અને પોતાના સંબંધીની સાથે મુંબઈ આવ્યો હતો. પોલિસને આપેલી કબુલતામાં મુજ્જમિલ સઈદે પોલીસને જણાવ્યું કે, માનસી બેભાન થયા બાદ તે ઘણો ડરી ગયો હતો. તે પછી તેણે માનસીને ભાનમાં લાવવાનો ઘણો પ્રયાસ કર્યો અને તેના પર પાણી પણ છાંટ્યું. માનસી ભાનમાં આવવા લાગી હતી, પરંતુ સઈદ એ વાતથી ડરી ગયો હતો કે તેની મા ઘરમાં આવી શકે છે. તે ડરથી તેણે દોરડાની મદદથી માનસીનું ગળું દબાવી દીધું.

પોલિસ મુજ્જમિલની વધુ પુછપરછ કરીને હત્યાના પુરાવા ભેગા કરી રહી છે.