ગીર/ શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો

શિવ ભક્તોનો ધસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે.

Top Stories Gujarat Others
સોમનાથ મહાદેવ

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું છે.વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ધસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે.

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવાને લઈને શિવ ભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો નો ધસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે.

શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાય માનવામાં આવ્યું છે ત્યારે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો જાણે કે બેબાકળા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર આંકડો સહિત પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થનાર છે જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતાં જોવા મળશે.

આ પણ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,167 નવા કેસ, દૈનિક પોઝિટિવ દર 6.14 ટકા

આ પણ વાંચો: ડેન્ગ્યુનો કહેર, રાવલપિંડી બન્યું રોગનું મુખ્ય હોટસ્પોટ કેન્દ્ર

આ પણ વાંચો: ખાટુશ્યામજી મંદિરમાં નાસભાગમાં થયેલા મોત પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું