ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે હાંસલ કરેલા સીમાચિહ્નો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિનો આધાર જ મૂલ્ય આધારિત શિક્ષણનો છે. મૂલ્ય આધારિત શિક્ષણ ફક્ત વ્યક્તિના જીવનને જ નહી પણ સમાજના જીવનને અને તે રીતે સમગ્ર રાષ્ટ્રને ઉચ્ચસ્તરે લઈ જાય છે.
બહુજન હિતાય અને બહુજન સુખાયનું પ્રતિબિંબ પાડતી નવી શિક્ષણ નીતિની સંરચના જ ફક્ત અંગ્રેજી અને હિન્દી નહી પણ પ્રાદેશિક ભાષાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તેના કારણે આજે કેન્દ્ર અને રાજ્ય સ્તરે લેવાતી ઘણી બધી સરકારી પરીક્ષાઓ પણ આ જ પ્રાદેશિક ભાષામાં શરૂ કરાઈ છે. હવે મહત્વના કહી શકાય તેવા અભ્યાસક્રમો પણ આ નીતિ અન્વયે પ્રાદેશિક ભાષામાં જ હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ ફક્ત ભાષાકીય જાણકારીના અભાવે કોઈ પ્રતિભાશાળી બાકી ન રહી જાય તેનું ધ્યાન આ નીતિમાં રાખવામાં આવ્યું છે.
યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ અને સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહમાં બોલતા, તેમણે રામ મંદિરના નિર્માણમાં પીએમ નરેન્દ્ર મોદીની નિર્ણાયક ભૂમિકા અને મૂલ્ય આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવાના પ્રસ્તાવ પર પ્રકાશ પાડ્યો. મહેમાનોમાં કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર, ધારાસભ્યો કૌશિક જૈન અને બાબુસિંહ જાદવ ઉપરાંત યુવા અને સાંસ્કૃતિક વિકાસ સચિવ અશ્વિની કુમાર હતા.
આ પણ વાંચોઃ PM Modi-North Gujarat/ નર્મદાના પાણીથી પાણીદાર બન્યું ઉત્તર ગુજરાતઃ પીએમ મોદી
આ પણ વાંચોઃ Kerala Blast/ દુબઈ કનેક્શનનો ખુલાસો, ડોમિનિક માર્ટિન માત્ર એક પ્યાદુ છે તો બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ કોણ?
આ પણ વાંચોઃ Heart Attack/ રાજ્યના યુવાનોમાં હાર્ટએટેકથી થતા મોતનો સિલસિલો યથાવત્