રાજકોટ/ શ્વાનના મોમાંથી બાળકીનું મળ્યું ભ્રુણ

રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં શ્વાનના મોઢામાં થી એક બાળકીનું ભ્રૂણ મળી આવ્યું હતું. રાજકોટ મનપાના ગાર્બેજ  પ્લાન્ટ નજીક લોકોએ કુતરાના મોઢામાં ભ્રૂણ જોયું હતું. અને

Top Stories Gujarat Rajkot
રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં શ્વાનના મોઢામાં થી એક બાળકીનું ભ્રૂણ મળી આવ્યું હતું. રાજકોટ મનપાના ગાર્બેજ  પ્લાન્ટ નજીક લોકોએ બાળકીને

રાજયમાં સરેઆમ ‘બેટી બચાઓ બેટી પઢાવો’ના લીરેલીરા ઊડી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બાળકીને ત્યજી દેવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જે સાંભળીને કાળજું કંપી જાય છે. નારી જ નારીનું દુશ્મન કેમ બની રહી છે.  જેવા સાવલી સામે આવી રહ્યા છે. આજે પણ આપણાં કહેવાતા સભ્ય સમાજમાં દીકરી સપના ભારથી વિશેષ નથી. આવી  એજ હ્રદય કંપાવતી ઘટના રાજકોટ ખાતે બની છે. કુતરાના મોઢમથી બાળકીનું ભ્રૂણ મળી આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં શ્વાનના મોઢામાં થી એક બાળકીનું ભ્રૂણ મળી આવ્યું હતું. રાજકોટ મનપાના ગાર્બેજ  પ્લાન્ટ નજીક લોકોએ કુતરાના મોઢામાં ભ્રૂણ જોયું હતું. અને પથ્થર મારી કુતરાના મોઢામાં થી છોડાવ્યું હતું. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી તાત્કાલિક પરિસ્થિતી સાંભળી હતી. અને ભ્રૂણ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પ્રાથમિક વિગતો અનુસાર ખાનગી હોસ્પિટલ દ્વારા ભ્રૂણને કચરામાં ફેકયું હોય અથવા જમીનમાં દાટી દેવામાં આવ્યું હશે. અને જેને શ્વાન દ્વારા ખેંચી કાઢવામાં આવ્યુ હોવાની આશંકા જણાઈ રહી છે. કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ ઝણકાંતે જણાવ્યું હતું કે, ભ્રૂણ પરથી માટી મળી આવી હતી તો ભ્રૂણને કોઇએ ખાડામાં દાટ્યું હોય અને શ્વાન તે ખોદીને બહાર લાવ્યું હોય તેવી શંકા છે તેમજ શહેરમાંથી ટીપરવાનમાં જે કચરો આવે છે તે કચરામાંથી ભ્રૂણ આવ્યાની પણ શંકા નકારી શકાય નહીં.

અત્રે નોધનીય છે કે રાજયમાં છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથી ઘટના છે. સાબરકાંઠામાં તો માતાએ જીવતી  બાળકીને જ જમીનમાં દાટી દીધી હતી. અને સ્થાનિક લોકો દ્વારા માટીમાં હિલચાલ થતાં જમીન ખોદી બાળકી બહાર કાથવામાં આવી હતી. જો કે હાલમાં આ બાળકીની હાલત ગંભીર છે અને હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તો આની કેસમાં દાહોદના રબાડા ખાતે બાળકીને પાણી વિનાના કૂવામાં  ફેંકી દેવામાં આવી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી સ્થાનિકો દ્વારા તેને કૂવામથી બહાર કાઢવામાં આવી હતી. તો બનાસકાંઠા માં પણ 7 માસની બાળકીનો મૃત ભ્રૂણ રોડ પર  મળી આવ્યો હતો.

જે ધરતી પર સાક્ષાત શિવ અને કૃષ્ણ બિરાજમાન છે તે ધરતી પર માતા જ નવજાત બાળકીને દફનાવી દે છે… સદનસીબે, એને જીવતી બહાર કાઢવામાં આવે છે… પણ આ હ્દયને હચમચાવી નાખે તેવી ઘટનાઓ બંધ થવી જ જોઈએ…. દિકરી ને સમાન અધિકારો આપી ઉછેર કરવો એ પવિત્ર ફરજ છે. કહેવાય છે કે ભાવગાન વિષ્ણુએ માતાના હાથનું ભોજન અને માતાના પ્રેમને વશ થઈ આ ધરતી ઉપર ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણ બની અવતાર લીધા જ છે. તો પછી આજે કળિયુગ માં આ જ માતા આટલી નિષ્ઠુર કેમ બની. જ્યાં માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવા ભારત દેશમાં માતા કુમાતા ?

સવાલ એ ઉભો થયો છે કે એવી તે કઈ મજબૂરી ઉભી થઇ કે નવ નવ માસ પેટમાં રાખનાર મા આટલી કેમ નિષ્ઠુર બની ગઈ ? એવી તે કઈ મજબૂરી હશે કે આ રીતે પોતાના વહાલસોયા બાળકને તરછોડવામાં આખર તૈયાર થઈ હશે ? ‘મા તે મા બીજા બધા વગડાના વા’ કહેવત પર હવે સવાલો ઉભા થયા છે જો કે સમાજમાં આવી ઓછી મહિલાઓ હોય છે કે જે મા ની મમતા ને શરમાવે છે. બાકી આ કળિયુગ છે છતાં મા ની મમતા આજે પણ અકબંધ જ છે. પણ આવી નિષ્ઠુર મહિલાઓ ક્યાંક ને ક્યાંક મા ની મમતા પર કલક લગાવી જાય છે.

એક વાત અહીંયા ચોક્કસ કહી નાખીશ કે આ મા કેવી હશે કે આ રીતે બાળક ને તરછોડી દે ખુલ્લા રસ્તા પર ભગવાન ભરોસે પોતાના જ લોહીને કઈ રીતે રઝળતું મુકવાનો જીવ ચાલે. ? બાળક ને આ રીતે વગર મોત એ મારી નાખવાનો હક કોણે આપ્યો ? પોતાના સંતાન માટે દુનિયા સામે લડી લેનાર મા ભારતમાં છે. તો આ મા ની કેવી મજબૂરી હશે કે પોતાના જ બાળક ને આ રીતે તરછોડી દેવું પડે જે હોય તે પણ સભ્ય સમાજ માટે આ એક કલક છે સમાજ અને પરિવારે પણ હવે જાગૃત બનવું પડશે કઈ આમ ને આમ આવી ઘટના બનતી નથી અહીંયા તો માછલા મા પર ધોવાય છે બાકી પડદા પાછળ આવી ઘટનામાં અનેક કલાકારો હોય છે. પણ સવાલ કલાકારો પર નહિ ઉઠે સવાલ તો મા પર જ ઉઠશે કે કારણ કે મા ના તોલે કોઈ ન આવે.

મા કહેતામોઢું ભરાઈ જાય છે. માની મમતા જ એવી હોય છે કે પોતાના સંતાન માટે ગમે તેવા દુઃખ વેઠતી મા જ હોય છે અને આ એક એવી મા છે કે પોતાના વહાલસોયા બાળકને તરછોડી જતી રહેવા મજબુર બની છે. તો ક્યાંક સત્યના જોરે તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે. પણ તપાસ કોણ અને કઈ રીતે કરશે એ જ મુશ્કેલ છે. આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે. મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે. ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા હોય છે. પણ સમય બદલાયો છે. દશા બદલાઈ દિશા બદલાઈ તો ક્યાંક લોકો પણ બદલાયા. ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદો છે. છતાં ક્યાંક છટકબારી લોકો શોધી લેતા જ હોય છે. ક્યાંક ચોરી છુપી થી ક્યાંક રૂપિયાના જોરે બાળકનું ગર્ભમાં જ મોત કરાવતા લોકો અચકાતા નથી. અનેક દવાઓનો સહારો લઈ અનેક ભૃણની હત્યા થતી હોવાનો સહેજ પણ ઇનકાર કરી શકાય નહીં.

આમ તો માને દેવી સ્વરૂપ અપાય છે. કદાચ બાપ નિષ્ઠુર હોઈ શકે પણ મા તો ક્યારેય નહીં. પણ ભાઈ કળજુગ છે અને હવે એ જ મા પર કલક લાગી રહ્યું છે. જન્મની સાથે તરછોડી દેનાર બાળક આજે પણ એ જ પોકાર કરી રહ્યું છે કે. ….. હે માં મારો ગુન્હો કયો કે મને આ રીતે તરછોડી દીધું……? ગુજરાત રાજયમાં નવજાત દીકરીઓને રઝળતી મળવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.  એ આજના ભદ્ર સમાજ માટે બહુ દુખદ ઘટના છે.

મમતા થઈ શર્મસાર /  દાહોદ ખાતે વગર પાણીના કુવામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું

સાબરકાંઠા /  જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો