Crime/ આ વખતે…. સાયબર શિકારી ખુદ જાગૃત નાગરિકનો શિકાર બન્યો, કેવી રીતે આવો જોઈએ

સાયબર શિકારીઓએ અમદાવાદના એક જાણીતા ડેન્ટિસ્ટ ડોક્ટરને પોતાનો શિકાર બનાવવા માટે ભ્રમજાળ ઉભી કરી.. અને એક લેવલ સુધી સાયબર શિકારી તેમાં સફળ પણ થયા. પણ

Top Stories Ahmedabad Gujarat
cyer આ વખતે.... સાયબર શિકારી ખુદ જાગૃત નાગરિકનો શિકાર બન્યો, કેવી રીતે આવો જોઈએ

દેશભરમાં સાયબર ક્રાઇમનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. અને તેમાં પણ સાયબર ફ્રોડ કરનારા આરોપીઓ નિત નવી મોડસ ઓપરેન્ડીથી વ્યક્તિને શિકાર બનાવતા હોય છે. જેમાં આ વખતે એક અનોખું ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક નવી જ મોડસ ઓપરેન્ડી હકીકત સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. પણ નવી મોડસ ઓપરેન્ડી સાથે શિકાર બનાવવા આવેલો સાયબર શિકારી ખુદ જાગૃત નાગરિક નો શિકાર બન્યો.  કેવી રીતે આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં…

સાયબર શિકારીના નિશાન પર છો તમે !

સાયબર શિકારીની નવી ભ્રમજાળ

નવી M.O. સાથે ઠગાઈ નું ષડ્યંત્ર

સાયબર શિકારીઓએ અમદાવાદના એક જાણીતા ડેન્ટિસ્ટ ડોક્ટરને પોતાનો શિકાર બનાવવા માટે ભ્રમજાળ ઉભી કરી.. અને એક લેવલ સુધી સાયબર શિકારી તેમાં સફળ પણ થયા. પણ ડૉક્ટર અક્ષયની હોંશિયારી ને કારણે સાયબર શિકારીના નાપાક મનસૂબા સફળ ન થઈ થયા.  જેનું કારણ બન્યું ક્રેડિટ કે ડેબીટ કાર્ડ પાછળ આવતો ત્રણ આંકડાનો CVV નંબર.

સાયબર ઠગબાજે ક્રેડિટકાર્ડ પાછળના CVV નંબર ની અલગ જ વ્યાખ્યા બતાવી અને ડોકટર અક્ષય સમજી ગયા કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે..

ડોક્ટર અક્ષય અને જ્યારે ખબર પડી કે તેઓ સાયબર શિકારીનો શિકાર બનતા બચી ગયા છે ત્યારે તેમણે તુરંત મંતવ્ય ન્યુઝના સંવાદદાતા નો સંપર્ક કર્યો. અને હકીકતની જાણ કરી.. જેથી સાયબર સેલના અધિકારીનો સંપર્ક કરી ને હકીકત જણાવતા મોટો ઘટસ્ફોટ થયો. સાયબર ACP દ્વારા તપાસ કરતા ચોંકાવનારી મોડ્સ ઓપરેન્ડી સામે આવી.. ડૉક્ટર અક્ષય સાથે જે બનાવ બન્યો તેવુ ભાગ્યે જ કોઈ સાથે બન્યુ હશે.. અને તેમાં પણ બેન્ક ના ઓફિશિયલ આઈડી થી મેસેજ આવે ત્યારે ભલભલા છેતરાઈ જાય.  પણ ડૉ. અક્ષયની ચતુરાઈ અને સતર્કતા ને કારણે સાયબર શિકારી ખુદ પોતાની જળમાં ફસાઈ ગયો. અને તેમના મહેનતની મૂડી બચી ગઈ.. પણ સાયબર ફ્રોડ કરનારા લોકો થી બચવા સાયબર સેલના ACP યાદવે પ્રજાજોગ ખાસ મેસેજ આપ્યો છે.

cyer 2 આ વખતે.... સાયબર શિકારી ખુદ જાગૃત નાગરિકનો શિકાર બન્યો, કેવી રીતે આવો જોઈએ

cyer 1 આ વખતે.... સાયબર શિકારી ખુદ જાગૃત નાગરિકનો શિકાર બન્યો, કેવી રીતે આવો જોઈએ

સાયબર અધિકારીના કહેવા મુજબ સાહેબ સાયબર ક્રાઇમ કરતા અપરાધીઓ ખુબ જ ચાલાકી સાથે અપરાધને અંજામ આપે છે. તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની સીવીવી નંબર સાથેની તમામ હકીકત મેળવીને માત્ર ઓટીપી નંબર લેવા માટે તમને ફસાવવાનું આ ષડયંત્ર પહેલીવાર સામે આવ્યું છે. જેને જોઈને ખુદ પોલીએ પણ ચોકી ઉઠી હતી. પરંતુ આ તમામમાં એક વાત ચોક્કસ છે કે જો તમે પણ ડો. અક્ષયની જેમ સાવધાન રહેશો તો સાયબર શિકારીને માત આપવામાં જરૂર સફળ થશો…અને એટલે જ મંતવ્ય ન્યુઝ પણ આપને કહે છે કે સતર્ક રહેશો તો જ સલામત રહેશો..