ખુશખબર/ રાજયમાં આચારસંહિતા લાગે તે પહેલા સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે કરી આ મોટી જાહેરાત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થવાની છે, ત્યારે રાજ્ય સરકારે હોમગાર્ડ અને જીઆરડીના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે

Top Stories Gujarat
17 1 રાજયમાં આચારસંહિતા લાગે તે પહેલા સરકારે હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે કરી આ મોટી જાહેરાત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થવાની છે, ત્યારે રાજ્ય સરકારે હોમગાર્ડ અને જીઆરડીના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે ચૂંટણી પહેલા તમામ વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ ફટાફટ કરી દીધા છેહોમગાર્ડ અને જીઆરડી ના જવાનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત કરતા હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને જીઆરડી જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે.  ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં હોમ ગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 1 નવેમ્બર 2022 થી માનદ વેતનમાં કરાયેલો સુધારો લાગુ પડશે. હોમ ગાર્ડ અને જીઆરડી  માટે વધારાનો ખર્ચ કરવાનો તાત્કાલિક નિર્ણય એટલે લીધો કેમકે તમે ગુજરાતની સેવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા 1 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે 5,292 પુરુષ અને 361 મહિલા સહિત હોમગાર્ડ 5,653 માનદ હોમગાર્ડ સભ્યો નિમાયા છે.

નોંધનીય છે કે આજે બપોર 12 વાગે ચૂંટણીની તારીખ જાહેર થવાની છે,બપોર બાદ આચારસંહિતા લાગુ થઇ જશે જેના લીધે સરકાર કોઇ નિર્ણય લઇ શકશે નહી જેના લીધે હોમગાર્ડ અને જીઆરડીના ફાયદા માટે મહત્વનો નિર્ણય લીધો છે.