ભાવ વધારો/ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધુ એકવાર ભડકો

એક તરફ કોરોના અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાથી લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે…

Gujarat Others
sssss 89 સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધુ એકવાર ભડકો
  • પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો
  • પેટ્રોલમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો
  • ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો
  • સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો નોંધાયો
  • સામાન્ય માણસને મોંઘવારીનો માર

એક તરફ કોરોના અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાથી લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે.

સામાન્ય માણસ માટે આજે સર્વાવ કરવુ મુશ્કેલ બનતુ જાય છે. આપને જણાવી દઇએે કે, આજેે પેટ્રોલમાં પ્રતિ લિટર 24 પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 27 પૈસાનો વધારો નોંધાયો છે. જણાવી દઇએ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી વધારો ઝીંકીને સામાન્ય માણસની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે 24-27 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

આપને જણાવી દઇએ કે, દેશનાં મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતઆ પ્રમાણે છે.દિલ્હીમાં ડીઝલ 75.38અને પેટ્રોલ 85.20 પ્રતિ લિટર ભાવ છે,જયારે કોલકતામાં ડીઝલ 78.97અને પેટ્રોલ 86.63,ચેન્નાઈમાં 80.67 ડીઝલ અને પેટ્રોલ 87.85 ત્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ 82.13 અને પેટ્રોલનો ભાવ 91.80 છે. આ ઉપરાંત તમે પેટ્રોલ ડિઝલના ભાવની અંગે માહિતી ઈન્ડિયનએ ઓઈલની વેબસાઈડ દ્વારા પણ જાણી શકો છો, તેમજ પેટ્રોલ ડિઝલના ભાવમાં બદલાવ દરરોજ સવારે 6 વાગ્યે આવે છે.

Gujarat / ટૂંક સમયમાં ગુમાસ્તા ધારામાં આવી શકે ધરખમ ફેરફાર, ફીમાં થઇ શ…

Ahmedabad: અમદાવાદમાં કબીર સિંઘ મુવીના દ્રશ્યો સર્જાયા, પ્રેમિકાના ઘરે …

Ahmedabad: શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ કરનાર લોકો વિરુદ્ધ વીજ કંપનીએ બ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો