લઠ્ઠાકાંડ/ બોટાદ લઠ્ઠાકાંડમાં 22 લોકોના મોત!33 સારવાર હેઠળ,અનેક ગામોમાં માતમ છવાયો,કેમિકલ આપનારની ધરપકડ

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે

Top Stories Gujarat
8 22 બોટાદ લઠ્ઠાકાંડમાં 22 લોકોના મોત!33 સારવાર હેઠળ,અનેક ગામોમાં માતમ છવાયો,કેમિકલ આપનારની ધરપકડ

  • રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ મામલો
  • મૃત્યુઆંક વધીને 22 થયો
  • સારવાર લઇ રહેલા વધુ પ લોકોના મોત
  • 33થી વધુ લોકો સારવાર હેઠળ
  • સમગ્ર મામલે વધુ એક આરોપીની ધરપકડ
  • ATS એ શખ્સની કરી ધરપકડ
  • લાંભાની એક ફેક્ટરીમાંથી શખ્સની ધરપકડ
  • રાજુ નામના શખ્સની કરી ધરપકડ
  • રાજુએ બરવાળાના સંજયને આપ્યું હતુ કેમિકલ
  • અત્યાર સુધીમાં 22 લોકોના થયા છે મોત
  • 33થી વધુ લોકો સારવાર હેઠળ

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 22 લોકોનાં મોત થયા છે અને 33 ની હાલત ગંભીર હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.

4 39 બોટાદ લઠ્ઠાકાંડમાં 22 લોકોના મોત!33 સારવાર હેઠળ,અનેક ગામોમાં માતમ છવાયો,કેમિકલ આપનારની ધરપકડ

જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.22 લોકોના મોત થયા છે. મરનારાઓ અલગ અલગ ગામના છે.ઝેરી દારૂ પી જવાથી બરવાળાના જુદા જુદા ગામના 22 લોકોનાં મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે.ગઇકાલે  18 લોકોના મોત થયા હતા,પણ મોડી સાંજે સારવાર લઇ રહેલા અન્ય 4 લોકોના પણ મોત થઇ ગયા છે. આ ચકચાર ઘટનામાં રાજુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે,આ રાજુ નામના શખ્સે બરવાળાના સંજ્યેને કેમિકલ વેચ્યું હતું. ,હાલમાં 33થી વધુ લોકો સારવાર હેોઠળ ઠે.

6 39 બોટાદ લઠ્ઠાકાંડમાં 22 લોકોના મોત!33 સારવાર હેઠળ,અનેક ગામોમાં માતમ છવાયો,કેમિકલ આપનારની ધરપકડ

ઝેરી દારૂ પીવાથી 18 લોકોના મોતનો કેસમાં એટીએસના DIG દિપેન ભદ્રન અને એસપી સુનિલ જોશી રોજીદ ગામ પહોંચ્યા હતા. બોટાદ જિલ્લાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સંભવિત લઠ્ઠાકાંડની ઘટનામાં 22 લોકોના મોત થયા છે. આ ઘટનામાં દારૂ પીધા બાદ 22 વધુ લોકોની તબિયત બગડી હતી. આ ઘટનામાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે