Not Set/ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં

શુક્રવારથી સાઉધમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચનો પ્રથમ ટેસ્ટ મેચ ગઈકાલથી શરૂ થવાનો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસે રમાડી શકાયું નહોતું,

Trending Sports
wtc final rain ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં

શુક્રવારથી સાઉધમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચનો પ્રથમ ટેસ્ટ મેચ ગઈકાલથી શરૂ થવાનો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસે રમાડી શકાયું નહોતું, એટલું જ નહીં ટોસ  પણ કરી શક્યા નહીં. મેચમાં આઈસીસીએ પણ રિઝર્વ ડે દિવસ રાખ્યો છે. જો પરિણામ 4 દિવસની અંદર નહીં મળે, તો રિઝર્વ ડે નો ઉપયોગ કરવામાં આવશે.

wtc fial rainy day ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં

એક્યુવેધરના અહેવાલમાં 18 જૂને સાઉધમ્પ્ટનમાં 80% વરસાદની આગાહી કરવામાં આવી હતી તે અક્ષરશઃ સાચી પડી છે. દિવસભર અચાનક વરસાદ પડ્યો અને  મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. હવે મેદાનમાંથી પાણી કાઢવા માટે સુપર સેપર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રિઝર્વ ડેમાં કેટલી રમત રમવામાં આવશે, મેચ રેફરી નક્કી કરશે

વરસાદને કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે 23 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.જેટલો વધુ સમય ગુમાવશે, રિઝર્વ ડે વધુ સમય વધારવામાં આવશે. આ મેચ રેફરી દ્વારા ટેસ્ટ મેચના 5 મા દિવસ પૂરા થતાં એક કલાક પહેલા જાહેર કરવામાં આવશે.

ટોસમાં કોહલીનો રેકોર્ડ નબળો 

બંને ટીમો મેચ જીતીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે. આ મેચમાં ટssસ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ધ એજિસ બાઉલમાં અત્યાર સુધીમાં 6 ટેસ્ટ આવી ચુકી છે. આમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે બે વાર મેચ જીતી લીધી છે અને ત્યારબાદ બેટિંગ કરનારી ટીમે એક વખત મેચ જીતી લીધી છે.આવી સ્થિતિમાં, ટોસ જીતી રહેલી ટીમને પ્રથમ બેટિંગ કરવાનું ગમશે. પરંતુ ભારતીય સુકાની વિરાટ કોહલી પાસે ટોસ સાથેનો સારો રેકોર્ડ નથી. અત્યાર સુધીમાં તેણે ત્રણેય ફોર્મેટ સહિત 200 મેચોમાં ટીમ ઈન્ડિયાની કપ્તાન સંભાળી છે. આમાંથી તેઓ માત્ર 85 મેચમાં ટોસ જીતી ચૂક્યા છે. તેઓ 115 મેચોમાં ટોસ હારી ગયા છે. તેમનો ટોસ વિન / લોસ રેશિયો 0.74 છે. 100 કે તેથી વધુ મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરનારા ખેલાડીઓમાં આ સૌથી ખરાબ છે.

sago str 9 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં