Astrology/ મીન રાશિમાં સૂર્યનું ‘મહાગોચર’, આ 4 રાશિઓને થશે ધનલાભ

સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મીન રાશિચક્રની બારમી રાશિ છે. સૂર્યના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. ત્યારે જોઈએ કઈ રાશિઓ પર તેની સૌથી વધુ અસર જોવા…

Rashifal Trending Dharma & Bhakti
Mahagochar in Pisces

Mahagochar in Pisces: સૂર્ય મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. મીન રાશિચક્રની બારમી રાશિ છે. સૂર્યના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. ત્યારે જોઈએ કઈ રાશિઓ પર તેની સૌથી વધુ અસર જોવા મળશે.

કર્ક

મીન સંક્રાંતિની શુભ અસર કર્ક રાશિના લોકો પર પડશે. આ સમય ભાગ્યની દ્રષ્ટિએ સારો છે સાથે જ કાર્ય અથવા વ્યવસાય સંબંધિત પ્રવાસ પર જવાની તક મળશે. જેનો લાભ ભવિષ્યમાં ચોક્કસપણે મળશે. અટવાયેલા કામ આ સમયગાળામાં પૂરા થશે.

વૃષભ

વૃષભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તેમની આવકમાં પણ વધારો થશે. સાથે જ આ દરમ્યાન કરવામાં આવેલુ રોકાણ ભવિષ્યમાં નફો અપાવી શકે છે. શેરબજારમાં રોકાણ કરવાથી સંપત્તિમાં વધારો થશે. સૂર્યની કૃપાથી રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળી શકે છે. બીજી બાજુ નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભ મળી શકે છે. આ સાથે જ પ્રમોશન અને ધનમાં વૃદ્ધિની શક્યતાઓ પણ છે.

વૃશ્ચિક

સૂર્ય ગોચર તમારા વ્યવસાયિક જીવનમાં અચાનક પરિવર્તન લાવી શકે છે. જો કે આ પરિવર્તનના પરિણામો સકારાત્મક હશે કે નકારાત્મક તે મોટે ભાગે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તેના પર આધાર રાખે છે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાનાંતરણનો સંકેત આપે છે.

શિવધારા જ્યોતિષ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

મો. 9898766370, 6354516412

આ પણ વાંચો: Womens Death/ રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત

આ પણ વાંચો: Daman Death/ દમણમાં પિતા સાથે વાત કરતાં-કરતાં પુત્રનું મોત

આ પણ વાંચો: Kanpur/ કરૌલી આશ્રમમાં દોઢ લાખના હવનના બીજા દિવસે પુત્ર ગુમ બાદ પિતા પણ ગુમ

આ પણ વાંચોઃ Johny Bairstow/ IPL શરૂ થતા પહેલા આ ટીમને લાગ્યો મોટો ફટકો, આખી સિઝનમાંથી કરોડોનો ખેલાડી બહાર!

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને સુરત અન્ય રાજ્યમાં મુશ્કેલીઓ રાહ જોઈ રહી છે