વિવાદ/ રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે જંગમ મિલ્કતોના બટવારા મામલે વિવાદ

શહેરના રાજવી પરિવારમાં સ્થાવર જંગમ મિલ્કતોના બટવારા મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે, જે કાયદાકીય લડતમાં પણ પરિણમીને હવે મહત્વપૂર્ણ તબક્કા ઊપર આવી પહોંચ્યો છે.

Top Stories Gujarat
mandhanta singh રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે જંગમ મિલ્કતોના બટવારા મામલે વિવાદ

રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.શહેરના રાજવી પરિવારમાં સ્થાવર જંગમ મિલ્કતોના બટવારા મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે, જે કાયદાકીય લડતમાં પણ પરિણમીને હવે મહત્વપૂર્ણ તબક્કા ઊપર આવી પહોંચ્યો છે.

‘લોકકલા ત્રિવેણી’ કાર્યક્રમ / નવી પેઢીને આ ધરતીની અણમોલ કળા અને ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવી પડશે : પુરુષોત્તમ રૂપાલા

વર્તમાન રાજા માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલ્કતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યા મતલબના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે, જે પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનવણી પૂર્ણ થઇ ગઇ છે અને ચુકાદો આવવા પર છે, જ્યારે સિવિલ કોર્ટમાં આગામી તા. 31ની મુદ્દત પડી છે.સામે રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી.

વિરોધ / શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, મોટાભાગનાં શિક્ષકો સર્વેક્ષણમાં ના જોડાયા

સ્વ. મનોહરસિંહ જાડેજાની કથિત વસિયત જ શંકાસ્પદ હોવાનો મુદ્દે પણ ઉઠાવાયો છે, ઉપરાંત રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુકત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલ્કતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રીલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે. અન્ય કેસમાં પ્રાંત અધિકારી સમક્ષ અપીલ થઇ છે.આ મામલે માંધાતાસિંહ જાડેજાના એડવોકેટ નિરવ દોશીનું કહેવું છે કે વસિયત સાચી જ હોવાના પૂરાવા તેમજ રજિસ્ટર્ડ રીલીઝ ડીડ સહિતના ઓન રેકર્ડ આધાર સંબંધિત ઓથોરિટી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ અને હજુ કોઇ નિર્ણય નથી આવ્યો. બીજી તરફ, અંબાલિકાદેવીના એડવોકેટ કેતન સિંઘવનું કહેવું છે કે હાઇકોર્ટના તથા રાજકોટના પૂર્વ કલેક્ટરના ચૂકાદામાં વડીલો પાર્જિત મિલ્કતમાં દીકરીને પણ પુત્ર જેટલાં જ સમાન હક્ક મળતા હોવાનો ઉલ્લેખ છે.

education bord / ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે જોઇ શકશે વિધાર્થીઓ

sago str 15 રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે જંગમ મિલ્કતોના બટવારા મામલે વિવાદ