ગુજરાતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ સુરસુરિયું સાબિત થયું છે. હોલટિકિટ ડાઉનલોડ થવાની વાત પોકળ પુરવાર થઇ છે. સર્વેક્ષણના મુદ્દે શિક્ષક સંગઠનમાં વિભાજન જોવા મળ્યું છે. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાંતનો વિરોધ કરવામાં આવ્યો છે. અને સર્વેક્ષણના વિરોધમાં શિક્ષકો શાળામાં આવ્યા જ નહી. અને ધિક્કારદિનની ઉજવણી કરી છે. તો શિક્ષકોની સાથે પરિવારના સભ્યોએ પણ ઉપવાસ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે શિક્ષકોના વિરોધ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગતરોજ સોમવારના દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ સર્વેક્ષણ ફરજીયાત નથી. જે શિક્ષકો ઈચ્છે તે ભાગ લઈ શકશે. મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરાયું છે. પરંતુ સોમવારના વિવિધ શિક્ષક સંઘો અને શિક્ષકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો.
education bord / ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે જોઇ શકશે વિધાર્થીઓ
