Lok Sabha Elections 2024/ વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ ગરમાયું રાજકારણ, પહેલા વિરોધ તો હવે છેડાયું પોસ્ટર વોર

વડોદરામાં પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે. ભાજપે સતત ત્રીજીવાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મુકીને તેમને લોકસભાની ટિકિટ આપી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
YouTube Thumbnail 2024 03 20T124519.172 વડોદરામાં લોકસભાના ઉમેદવારને લઈ ગરમાયું રાજકારણ, પહેલા વિરોધ તો હવે છેડાયું પોસ્ટર વોર

Vadodara News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પોસ્ટર વોર છેડાઈ રહ્યું છે. ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચુકી છે. ત્યારે હવે રાજકીય પક્ષોના ઉમેદવારો સામ સામે મેદાનને જંગમાં આવી ગયા છે. ત્યારે આવામાં વડોદરામાં પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે. ભાજપે સતત ત્રીજીવાર વડોદરામાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ પર ભરોસો મુકીને તેમને લોકસભાની ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં વડોદરા ભાજપના જ દિગ્ગજ નેતાઓએ તેનો ભારે વિરોધ કર્યો છે. રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા ત્યારથી જ ભાજપના ઘણા નેતાઓ તેમનો વિરોધ કરી ચૂક્યા છે. ડો. જ્યોતિ પંડ્યાએ તો જાહેરમાં તેમના નામ સામે બળાપો ઠાલવ્યો હતો જોકે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જાણો શું લખ્યું છે પોસ્ટરમાં…

આપને જણાવી દઈએ કે, વડોદરામાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના બોર્ડ પાસે પણ રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાયા હતા. આ પોસ્ટરમાં લખ્યું છે, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. જ્યારે ગુજરાતીમાં અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, વડોદરાનો વિકાસ ક્યાં ગયો? કોના ઘરમાં કે ગજવામાં? જનતા માંગે છે તપાસ. તો અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે, સત્તાના નશામાં ચૂર ‘ભાજપા’ શું કોઈને પણ ઠોકી બેસાડશે? વડોદરાની જનતા નિઃસહાય કેમ કે જનતા મોદીપ્રિય…

વડોદરામાં ક્યા-ક્યા લાગ્યા વિરોધના પોસ્ટર?

વડોદરાના કારેલીબાગ, ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટી સહિત આસપાસના પોશ ગણાતા અનેક વિસ્તારોમાં વર્તમાન સાંસદ અને આ વખતના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર જોવા મળ્યા.

ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું

બીજી તરફ રંજન બેન ભટ્ટ વિરુદ્ધ લગાવવામાં આવેલા બેનરને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડની ટીમ ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટીમાં તપાસ માટે પહોંચી છે, જેમાં પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ફ્લાઈંગ સ્કવોડના અધિકારી ચિરાગ સુરતીએ જણાવ્યું કે બેનર અંગે ફરિયાદ મળ્યા બાદ અમે તપાસ કરવા આવ્યા છીએ. હવે બેનર હટાવી દેવામાં આવ્યું હોવાથી અમે સીસીટીવી કેમેરા ચેક કરીશું.

કેતન ઈનામદારનો રાજીનામાંનો ડ્રામા…

ઉલ્લેખનીય છે કે,ગઈકાલે જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું ધરી દીધું હતું.  ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઈનામદારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે, મારા વિસ્તારમાં કામ થાય એવી લાગણી છે. 2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે. મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે અને મારા કામ થઈ જશે. મારો પ્રોજેક્ટ આચારસંહિતા પહેલાં મારૂ કામ શરૂ થાય તેવી કામ હતી. પ્રોજેક્ટ 2027 પહેલાં પૂર્ણ થાય એમ નહોતો એટે મારે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચવુ પડ્યું. જૂના કાર્યકર્તાઓનુ માન સન્માન જળવાય તેમને સાથે રાખીને નિર્ણય લેવાય તેવી માંગ કરી છે. મહી વિયર યોજનાથી મને અસંતોષ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ