ક્રાઈમ/ ટ્રેન્ડમાં છે જુગાર ઓન વ્હીલ | જુગારીઓ પાછળ અને પોલીસ આગળ | જાણો સમગ્ર મામલો

જુગારીયાઓ પણ હવે અવનવા કીમિયા કરી પોતાનો જુગાર રમવાની તક ચૂકી ન જવાય તે પ્રકારે ખાસ તૈયારીઓ કરી લેતા હોય છે.

Gujarat Vadodara Trending
જુગાર

શ્રાવણ માસ આવતાં જ શ્રાવણીયા જુગારીયાઓની હાટડીઓ ચાલુ થઈ જાય છે ત્યારે સાતમ આઠમના પર્વ નજીક પોલીસ પણ સતર્ક થતી હોય છે અને આ પ્રકારના જુગારધામ ચલાવનારાઓ  ઉપર બાજ નજર રાખતી હોય છે ત્યારે જુગારીયાઓ પણ હવે અવનવા કીમિયા કરી પોતાનો જુગાર રમવાની તક ચૂકી ન જવાય તે પ્રકારે ખાસ તૈયારીઓ કરી લેતા હોય છે. આવું જ વડોદરામાં થયું છે. વડોદરામાં પણ પત્તા પ્રેમીઓએ આવો જ પેતરો શોધી કાઢ્યો છે.

વધુ વિગત અનુસાર વડોદરામાં ચાલતા જુગાર ધામો પર વડોદરા શહેર જિલ્લાની પોલીસે વોચ ગોઠવેલી જ હતી અને તેના જ આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી કે આ વખતે કેટલાક જુગારીયાઓ કોઈ ઘર મકાન અવાવરું જગ્યા કે હોટલની રૂમ નહીં પરંતુ જુગાર ઓન વ્હીલનું આયોજન કરી હાઇવે ઉપર પીકઅભવનમાં જુગાર રમવાનો કીમીઓ શોધી નાખ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીનાં આધારે મધ્યરાત્રીએ જ પીકઅપવાનમાં બેસીને જુગાર રમતા આ જુગારીઓને ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. મહત્વનું છે કે કપૂરાઈથી ડભોઇના રસ્તા ઉપર અજરુદ્દીન શેખની પીકઅપ વાનમાં આ જુગારધામ ચાલતું હતું ત્યારે જુગારીયાઓનો આ નવો કીમીઓ પણ પોલીસની નજરથી બચી નથી શક્યો અને તેના કારણે જ હવે ૧૩ જેટલા આરોપીને જુગાર ના ગુનામાં પકડી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં બાળકો દત્તક લેવાનો આંક વધ્યો પણ સ્પેશિયલ કિડ્ઝને દત્તક લેવા તૈયાર નથી ગુજરાતીઓ