(Adoptions) યંગ જનરેશન પોતાના અલગ અને નવા વિચારો ધરાવે છે. ખાસ કરીને છોકરીઓ માતા બનવા માટે હવે પહેલેથી ચોક્કસ હોય છે અને પ્રિપ્લાનિંગ કરતી થઇ છે. ગુજરાતી યુગલ માતા પિતા બનતા પહેલા કાઉન્સેલિંગથી લઈને ગર્ભ સંસ્કાર સુધીની બાબતો જાણતા અને અપનાવતા થયા છે ત્યારે તેમને માતા પિતા બનવું છે કે બાળક દત્તક લેવું છે તે બાબતે પણ વિચારતા થયા છે. આવું એ માટે કહી શકાય કે તાજેતરમાં લોકસભામાં જાહેર થયેલા આંકડા અનુસાર વર્ષ 2020 – 2021 દરમિયાન બાળકો દત્તક લેવાનું 5ટકા વધ્યું છે. જોકે કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં વર્ષ 2019-2020 દરમિયાન 116 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા આ વર્ષ દરમિયાન 122 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછા 174 બાળકો વર્ષ 2018-2019 દરમિયાન દત્તક લેવામાં આવ્યા હતા.
સરકારે આપેલી માહિતી અનુસાર વર્ષ 2014-2015 દરમિયાન સૌથી વધુ 979 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા અને સ્પેશિયલાઈઝ એડોપશ્ન એજન્સી (SAAS) 19 હતી જે ઘટીને વર્ષ 2017-18માં 16 થઇ હતી. SAASમાં 2021-22 દરમિયાન 12 બાળકોના મોત નિપજ્યા હતાં જ્યારે 2014-15 દરમિયાન કુલ 84 બાળકોના મૃત્યુ થયા હતાં. એક સવાલના જવાબમાં સરકારે જાણાવ્યું હતું કે (SAAS) ઉપરાંત રાજ્યમાં 125 કેર ઇન્સ્ટીટયુટ (CCIs) છે. વર્ષ 2020માં રાજ્ય પોલીસે 18 વર્ષથી નાની ઉંમરનાં વ્યક્તિની માનવ તસ્કરીનાં 65 કેસ નોંધાયા છે. બાળ અધિકારો અને દત્તક લેવાની બાબત સાથે સંબધિત સંસ્થાઓનું કહેવું હતું કે કોરોના મહામારીના કારણે બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ધરખમ ફેરફારો થયા છે. કેટલાક અધિકારીઓ પસીથી જાણવા મળતી વિગત અનુસાર બાળકોને દત્તક લેવામાં નામ નોંધાવાથી લઈને બાળકની કસ્ટરડી લેવા સુધીમાં બે ત્રણ વર્ષનો સમય લાગે છે અને કોરોનાકાળ દરમિયાન આ બાબતમાં વધુ અસર જોવા મળી છે. ઉપરાંત ગુજરાતમાં બેબી ગર્લ અને ઉંમરમાં નાના બાળકોની વધુ ડિમાન્ડ છે. વધુ જણાવતા અધિકારીએ જાણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સમસ્યા કે દિવ્યાંગ બાળકોને સ્થાનિકો ભાગ્યે જ દત્તક લે છે. આવા સ્પેશિયલ કિડ્ઝને હંમેશા વિદેશીઓ દત્તક લે છે.
