Not Set/ રાજ્યમાં આજે ૩ લોકોના મોત સાથે નોધાયા 123 નવા કેસ

રાજ્યમાં કોરોના વળતા પાણી એ વિદાઈ લઇ રહ્યો છે

Top Stories Gujarat
Untitled 253 રાજ્યમાં આજે ૩ લોકોના મોત સાથે નોધાયા 123 નવા કેસ

રાજ્યમાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં  123  નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,22,520 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે.રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 431 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4,116 છે.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4448 લોકોને પ્રથમ ડોઝ અને 15550 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 73345 લોકોને પ્રથમ અને 54573 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં  નાગરિકોમાં 195962 લોકોને પ્રથમ ડોઝ અને 14454 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.