તમિલનાડુ/ ચેન્નાઇમાં મુખ્યમંત્રી સ્ટાલિને તમિલ ભાષાનો મુદ્દો ઉઠાવ્યો,PM મોદીએ આપ્યો આ જવાબ,જાણો

તમિલનાડુમાં ભાજપ અને ત્યાં સત્તામાં રહેલી ડીએમકે એકબીજાના સખત હરીફ છે. પરંતુ આજે જ્યારે પીએમ મોદી ચેન્નાઈ પહોંચ્યા તો ત્યાંનો માહોલ અલગ હતો.

Top Stories India
11 32 ચેન્નાઇમાં મુખ્યમંત્રી સ્ટાલિને તમિલ ભાષાનો મુદ્દો ઉઠાવ્યો,PM મોદીએ આપ્યો આ જવાબ,જાણો

તમિલનાડુમાં ભાજપ અને ત્યાં સત્તામાં રહેલી ડીએમકે એકબીજાના સખત હરીફ છે. પરંતુ આજે જ્યારે પીએમ મોદી ચેન્નાઈ પહોંચ્યા તો ત્યાંનો માહોલ અલગ હતો.એક કાર્યક્રમ દરમિયાન જ્યારે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવી આપી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને પણ આગળ બોલાવ્યા અને તેમને પણ ચાવી આપવા કહ્યું. આ દરમિયાન જ્યાં ભાજપના સમર્થકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા, ત્યારે DMK કાર્યકર્તાઓ CM-CM બોલી રહ્યા હતા. પરંતુ બંને નેતાઓ વચ્ચે મિત્રતાનો ઈશારો જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન CM સ્ટાલિને પીએમ મોદીની હાજરીમાં કહ્યું કે તમિલનાડુ દેશના જીડીપીમાં ઘણું યોગદાન આપે છે, પરંતુ તેના માટે માત્ર 1.2 ટકા જ નાણા ફાળવવામાં આવ્યા છે. સીએમએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યના માછીમારોની પણ કાળજી લેવી જોઈએ. આ પછી તમિલનાડુએ પણ હિન્દીનો મુદ્દો ઉઠાવ્યો, જે વર્ષો જૂનો વિવાદ છે. સીએમએ કહ્યું કે તમિલ ભાષાને પણ હિન્દીની બરાબરીનો દરજ્જો મળવો જોઈએ.

આ પછી પીએમ મોદીએ મુખ્યમંત્રીએ સ્ટાલિનની વાતોનો સરળ જવાબ આપ્યો. તેમણે તમિલ ભાષામાં ‘વનાક્કમ’ કહીને સીએમ સ્ટાલિન અને ત્યાંની રાજ્ય સરકારના મંત્રીઓનું અભિવાદન કર્યું. તેમણે કહ્યું કે તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને લોકો ઉત્તમ છે. અહીં આવવું હંમેશા પોતાનામાં ખાસ રહ્યું છે. પીએમ મોદીએ પ્રખ્યાત તમિલ કવિ ભરતિયારની પંક્તિઓ પણ વાંચી.

તમિલનાડુના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે 16 ઓલિમ્પિક મેડલમાંથી 6 તમિલનાડુના ખેલાડીઓએ જીત્યા છે. આ પછી પીએમ મોદીએ હિન્દી-તમિલ ભાષાના મુદ્દે સીએમ સ્ટાલિનને જવાબ આપતા કહ્યું કે તમિલ એક શાશ્વત અને વૈશ્વિક ભાષા છે. તેમણે કહ્યું કે ભારત સરકાર તમિલ ભાષા અને સંસ્કૃતિના વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય તમિલ ભાષા અને સંસ્કૃતિ સંસ્થાને ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના BHUમાં તમિલ માટે અલગ શાખા શરૂ કરવામાં આવી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાને મદદ કરવા માટે તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મંચોમાં પણ શ્રીલંકાને મદદ કરવા માટે વાતચીત થઈ રહી છે.