Bilkis Bano Case/ બિલ્કીસ બાનો કેસ :  સુપ્રીમ કોર્ટે  દોષિતોને ના આપી રાહત,  સરેન્ડર કરવા સમય વધારવાની અરજી નકારી, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે આત્મસમર્પણ

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને રાહત ના આપતા 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો.

Top Stories Gujarat India
Mantay 82 બિલ્કીસ બાનો કેસ :  સુપ્રીમ કોર્ટે  દોષિતોને ના આપી રાહત,  સરેન્ડર કરવા સમય વધારવાની અરજી નકારી, 21 જાન્યુઆરી સુધીમાં કરવું પડશે આત્મસમર્પણ

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને રાહત ના આપતા 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો. બિલ્કિસ બાનો કેસના પાંચ દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટ પાસે આત્મસમર્પણ માટે વધુ સમય માંગ્યો હતો. જેને આજે શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટે નકારી છે. બિલ્કીસ બાનો કેસમાં ગુજરાતમાં 2002ના રમખાણો દરમ્યાન અસમાજિક તત્વોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં ગુજરાત સરકારે 11 દોષિતોને માફી આપી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને રદ કરતા તમામ દોષિતોને આત્મસમર્પણ કરવાના આદેશ આપ્યા હતા.

બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટ 11 દોષિતોને માફી આપવા સામેની અરજીઓ પર  સુનાવણી કરશે

જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ યોગ્યતા નથી. બેન્ચે વધુમાં કહ્યું કે, ‘અમે દરેકની દલીલો સાંભળી. અરજદારોએ શરણાગતિ મુલતવી રાખવા અને જેલમાં પાછા રિપોર્ટ કરવા માટે આપેલા કારણોમાં કોઈ તથ્ય નથી. તેથી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. દોષિતોને સ્વતંત્રતા દિવસ 2022 ના રોજ અકાળે મુક્તિ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. બિલ્કીસ બાનો કેસ મહારાષ્ટ્રની કેસમાં દાખલ થયો છે. આથી  ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફીને 8 જાન્યુઆરીના રોજ  સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી. કોર્ટે બે અઠવાડિયામાં દોષિતોને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો હતો.

કેટલાક દોષિતો વતી વરિષ્ઠ વકીલ વી. ચિમ્બરેશ હાજર થયા હતા. તેણે 21 જાન્યુઆરીએ આત્મસમર્પણની સમયમર્યાદા દર્શાવીને શુક્રવારે આ કેસની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી. દોષિતોએ આ વૃદ્ધાવસ્થા, બીમારી તેમજ કૌટુંબિક કારણો આગળ ધરી સરેન્ડર માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જે પાંચ દોષિતોએ સુપ્રીમ કોર્ટ પાસે રાહતની માંગ કરી છે તેમાં ગોવિંદ નાઈ, પ્રદીપ મોરઢિયા, બિપિન ચંદ્ર જોશી, રમેશ ચંદના અને મિતેશ ભટ્ટનો સમાવેશ થાય છે. જો કે સુપ્રીમ કોર્ટે દોષિતોના કારણો તથ્ય વગરના ગણાવતા 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:power theft/જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ આંદોલન/ હાર્દિક પટેલ નિર્દોષ જાહેર, જાણો શા માટે તેની વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો