Not Set/ વિરોધનું બાણ છોડ્યા બાદ અચાનક રાહુલ ગાંધી પહોંચ્યા પરિકરને મળવા, જાણો શું છે કારણ

પણજી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પરિકર પર ટ્વિટ કરીને હુમલો બોલતા કહ્યું હતું કે, “તેઓ પાસે રાફેલ ડીલ સાથે જોડાયેલા કેટલાક તથ્યો છે”. @RahulGandhi paid a courtesy visit to @manoharparrikar today at Goa Assembly. #RahulGandhi #Congress #ManoharParrikar pic.twitter.com/checO77n5F— HermanGomes_journo (@Herman_Gomes) January 29, 2019 જો કે પરિકર પર બોલવામાં […]

Top Stories India Trending
DyEoEy6UwAA RwF વિરોધનું બાણ છોડ્યા બાદ અચાનક રાહુલ ગાંધી પહોંચ્યા પરિકરને મળવા, જાણો શું છે કારણ

પણજી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પરિકર પર ટ્વિટ કરીને હુમલો બોલતા કહ્યું હતું કે, “તેઓ પાસે રાફેલ ડીલ સાથે જોડાયેલા કેટલાક તથ્યો છે”.

જો કે પરિકર પર બોલવામાં આવેલા આ હુમલાના એક દિવસ બાદ જ રાહુલ ગાંધીને તેઓને અચાનક મળવા પહોંચ્યા છે. આ મુલાકાતને લઈ અનેક ચર્ચાઓ થઇ રહી હતી, પરંતુ ગોવામાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત કાવલેકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોઈ અંગત કારણોસર ગોવા પહોંચ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી મનોહર પરિકરના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવવા માટે ગયા હતા”.

આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “રાફેલ મામલે ગોવામાં ૩૦ દિવસ પહેલા એક ઓડિયો ટેપ જાહેર થઈ હતી. આ મામલે હજી સુધી કોઈ FIR કે તપાસના આદેશ અપાયા નથી.

“આ નક્કી જ છે કે, બહાર આવેલી ઓડિયો ટેપ અસલી છે અને ગોવાના મુખ્યમંત્રી પાસે રાફેલ ડીલ અંગે ધમાકેદાર ગુપ્ત જાણકારી છે, તે પ્રધાનમંત્રીના મુકાબલામાં તેઓને તાકાતવર સાબિત કરે છે”.