Election/ રાજકીય વિશ્લેષણ : કોંગ્રેસ મતદાન પહેલા અમુક બેઠકો કેમ હારે જ છે ?

મહાનગરોમાં ૭ ફોર્મ રદ થયા : અડધો ડઝન જેટલા ઉમેદવારો મેદાનમાંથી હટી ગયા : અમુક સ્થળે ડમી ઉમેદવારો પણ નહોતા મૂક્યા, તે શું ૧૩૮ વર્ષ જૂના પક્ષને શોભે છે ખરૂ ?

Top Stories Gujarat Trending Mantavya Vishesh
congress 3 રાજકીય વિશ્લેષણ : કોંગ્રેસ મતદાન પહેલા અમુક બેઠકો કેમ હારે જ છે ?

મહાનગરોમાં ૭ ફોર્મ રદ થયા : અડધો ડઝન જેટલા ઉમેદવારો મેદાનમાંથી હટી ગયા : અમુક સ્થળે ડમી ઉમેદવારો પણ નહોતા મૂક્યા, તે શું ૧૩૮ વર્ષ જૂના પક્ષને શોભે છે ખરૂ ?

સ્થાનિક ચૂંટણીઓમાં એક યા બીજો પક્ષ એકાદ બેઠક બિનહરીફ જીતે અથવા ગ્રામ પંચાયતો આખીને આખી સમરસ થાય એટલે કે તમામ બેઠકો બિનહરીફ થાય તે વાત નવી નથી. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની એકાદ બે બેઠક બીનહરીફ થતી હોય છે. કંતુ…પરંતુ… જ્યારે મહાનગરોમાં બેઠક બિનહરીફ થાય અગર તો માન્ય અને મોટા રાજકીય પક્ષોના ઉમેદવારી પત્રકો વિવિધ કારણોસર રદ થાય તે બાબત વિચાર માગી લે તેવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મહાનગરોની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભલે મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવાનું કહેવાતું હોય, પરંતુ છ મહાનગરોમાં ભાજપના ઉમેદવારો તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. તો છ મહાનગરોમાં કોંગ્રેસના ઉમેદવારો તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા નથી. છ મહાનગરો પૈકી વડોદરામાં જ કોંગ્રેસના તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો છે. બાકી સુરત – અમદાવાદ – ભાવનગર – રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો નથી. અમદાવાદમાં તો ૧૯૨ બેઠકો પૈકી નારણપુરાની એક મહિલા અનામત બેઠક તો બિન હરીફ થઈ છે. આ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા આ બેઠક અનામત હોવાના કારણે ત્યાં ભાજપના મહિલા ઉમેદવાર બિન્દાબેન સુરતી બિનહરીફ થતાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વિજય સાથે ભાજપે પોતાનું ખાતું ખોલ્યું છે. આમ તો આપને જણાવી દઇએ કે અમદાવાદમાં ભાજપ ચૂંટણી પહેલા જ આવી રીતે 3 બેઠકો અંકે કરી ચૂક્યુ છે.

himmat thhakar રાજકીય વિશ્લેષણ : કોંગ્રેસ મતદાન પહેલા અમુક બેઠકો કેમ હારે જ છે ?

હવે ગુજરાતની છ મહાનગરપાલિકાઓ પૈકી સાત બેઠકો પરના કોંગ્રેસના ઉમેદવારીપત્રકો રદ થયા છે. તેમાં એક કે બે બેઠકો એવી છે કે જ્યાં માત્ર ઉમેદવારીપત્ર અને પક્ષે આપેલા મેન્ડેટમાં અટકની ભૂલના કારણે આ ઉમેદવારી પત્રો રદ થયા છે. અમદાવાદનો દાખલો લઈએ તો ત્યાં ૧૯૨ બેઠકો પૈકી ૧૯૧ બેઠકો પર હવે ચૂંટણી થવાની છે. ૧૯૧ પૈકી ભાજપના તમામ બેઠકો પર ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસના માત્ર ૧૮૮ બેઠકો પર ઉમેદવારો છે. જ્યારે ભાવનગરમાં કોંગ્રેસના ૫૧ ઉમેદવારો એટલે કે એક ઉમેદવાર ઓછો છે. આ તેનો સીધો સાદો અર્થ એ જ થાય કે કોંગ્રેસે ઘણી બેઠકો પર ડમી ઉમેદવારોની પણ જોગવાઈ રાખી નથી. તેના કારણે તે મેદાનમાંથી હટી ગઈ છે. જો કે, રાજકોટમાં ડમી ઉમેદવારોના કારણે કોંગ્રેસની આબરૂ સચવાઈ ગઈ તેવું તો નોંધવું જ પડે.

૧૩૪ કરતા વધુ વર્ષ જૂના અને વર્ષો સુધી ગામડાથી માંડી દિલ્હી સુધી સત્તા ભોગવી ચૂકેલા પક્ષ માટે ઉમેદવારો શોધવામાં વાંધો નથી આવતો. પરંતુ ઉમેદવારોના ફોર્મ ભરવામાં ક્ષતિ રહી જવાના બનાવો વધુ પ્રમાણમાં બને છે. આને કારણે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું કોંગ્રેસ પાસે ઉમેદવારોના ફોર્મ બારીકાઈથી ભરી શકે અથવા આ ફોર્મમાંથી કોઈ ક્ષતિ કાઢી ન શકે તેવી આવડત ધરાવતા કોઈ આગેવાન નથી ? આ પ્રશ્ન ઉભો થઈ શકે છે અને આ એક શરમજનક ઘટના કહી શકાય તેમ છે. ઉમેદવારોના ફોર્મ જો તમામ જરૂરી દસ્તાવેજો – આંકડાકીય વિગતો સાથે ભરવામાં આવે તો ફોર્મ રદ થઈ શકે નહિ. બીજી બાજુ એ પણ બાબત છે કે, રાજ્ય ચૂંટણી પંચના સ્થાનિક અધિકારીઓ પર દોષનો ટોપલો અમુક બેઠકો પર ઢોળ્યો છે. જોકે હવે તેનું શાસન હોય તે પક્ષ પોતાના ઉમેદવારોની સલામતી માટે સામા પક્ષના મજબૂત ઉમેદવારોના ફોર્મ રદ કરાવવા પ્રયાસો કરે તે નવું નથી. જો કે સિધ્ધાંત, આદર્શ ક્રાઈટેરિયા અને પાર્ટી વીથ ડીફરન્સની વાતો કરનારા પક્ષના નેતાઓ આવી વાત કરે તો કહેવું પડે કે તેમનામાં અને કોંગ્રેસમાં કોઈ ફેર નથી. ભૂતકાળમાં આવું થતું હતું તેવું દરેક વાતમાં કહેવાથી પોતાનો બચાવ થતો નથી. સત્તા સર્વે સર્વા નથી તેવી વાત કહેવાનું હવે ભાજપ કોંગ્રેસે બંધ કરવું જોઈએ આ બન્ને જ નહિ પણ તમામ રાજકીય પક્ષો સત્તાલક્ષી રાજકારણ ખેલી રહ્યાં છે તે પણ હકિકત છે.

આ પણ જરુર વાંચો  – આઝાદી / અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો ‘આઝાદી’ બાદ કોંગ્રેસને માર્મીક ટોણો

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ ત્યારથી કકળાટ શરૂ થયો અને સીધા મેન્ડેટ આપવાની પ્રક્રિયા અમુક પ્રસંગોમાં બજાવવી પડી તે શું સૂચવે છે ? આ પક્ષમાં એકતા નથી તે જૂની વાત છે. સંગઠનનું માળખું નથી તે બીજાે પ્રશ્ન છે. અને શિસ્તતો પહેલેથી છે જ નહિ તે ત્રીજી વાત છે. ચૂંટણી બાદ કોંગ્રેસના કેટલાક આગેવાનોએ પક્ષના સ્થાનિક હોદ્દેદારો પર ટિકિટ વેચી હોવાના અને વગેવાવણા કર્યા હોવાના આક્ષેપો કર્યા તે કોઈ જેવી તેવી વાત નથી. મોટા ભાગના લોકોએ એ વાતની નોંધ લીધી છે. બહુમતી નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકો એ વાત સહજતાથી સ્વીકારે છે કે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ૧૯૯૨ બાદ કોંગ્રેસમાં ભળેલા અન્ય પક્ષોના આગેવાનો પોતાનું જૂથ ધરાવે છે અને પોતાના જૂથના ઉમેદવારોને વધુ પ્રમાણમાં ટિકિટ મળે તેવો આગ૩હ રખાય છે તેના કારણે આ કકળાટ સર્જાય છે. અને શીસ્તના અભાવે આ કમઠાણની ખબર લોકો સુધી પહોંચી જાય છે.

આ પણ જરુર વાંચો – રાજકારણ / ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે?

ગુજરાતમાં કોંગ્રેસ ૨૫ વર્ષથી સત્તાથી દૂર છે. જે છ મહાનગરોમાં ચૂંટણી યોજાઈ રહી છે તે છ પૈકી ચાર મહાનગરો સુરત – વડોદરા – ભાવનગર અને જામનગરમાં તો છેક ૧૯૯૫થી એક જ પક્ષની સત્તા છે – એટલે કે ભાજપનું જ શાસન છે. જ્યારે ૨૦૦૦ની ચૂંટણીમાં અમદાવાદ અને રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું. આ સિવાય બાકીના સમયમાં તો ભાજપનું જ શાસન છે. હવે કોંગ્રેસ જ્યારે કોઈ સ્થળે સત્તાપર ન હોય ત્યારે કોંગ્રેસ પોતાના તમામ આગેવાનોને યોગ્ય હોદા આપી શકે નહિં. ૧૯૮૦ બાદ કેન્દ્રીય કક્ષાએથી નિર્ણોય લેવાની દાખલ કરેલી પ્રથા આજે કોંગ્રેસને ભારે પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ અંગે કેટલાક વિવેચકો કહે છે તે પ્રમાણે આખા પક્ષ પર પકડ જમાવી રાખે અને કાર્યકરો નેતાઓને એક જૂથ રાખી શકે તેવો નેતા દીવો લઈને શોધવા જવો પડે તેમ છે. જે પક્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ દોઢ વર્ષથી ઈનચાર્જ પ્રમુખ હોય પ્રદેશ કક્ષાએ માત્ર પ્રમુખ કે કાર્યકારી પ્રમુખ ભલે હોય પણ પ્રદેશ કક્ષાએ એક રાજકીય પક્ષમાં હોવું જાેઈએ તેવું સંગઠન માળખું ન હોય, જે પક્ષના નેતાએ પોતાના પક્ષને વારંવાર મળેલી હારમાંથી બોધપાઠ લેવા તૈયાર ન હોય, જે પક્ષના આગેવાનો સારા ઉમેદવારો કે જીતી શકે તેવા ઉમેદવારોના બદલે મારા ઉમેદવારોનો આગ્રહ રાખતા હોય તે પક્ષની હાલત આવી જ હોય તેમાં નવી વાત નથી.

ઘણા રાજકીય વિશ્લેષકો કોંગ્રેસની આવી સ્થિતિનો ઉલ્લેખ કરીને એવો ભય પણ વ્યક્ત કરી રહ્યા છે કે જાે આજ પ્રકારની હાલત રહી તો કોંગ્રેસ ગુજરાતમાં મહારાષ્ટ્ર, યુપી બંગાળ બિહારની જેમ ત્રીજા કે ચોથા સ્થાને ધકેલાઈ જાય તેવો ભય છે જાે કે ગુજરાતમાં ત્રીજુ બળ ચાલતું નથી તે વાત સ્વીકારીએ તો પણ હાલની સ્થિતિ કોંગ્રેસને નબળી પાડનારી છે. અને આહીં જો આમ આદમીનો જાદુ ચાલી ગયો તો અહીં કોંગ્રેસ ત્રીજુ બળ ન બની રહે તોવી ભીંતી પણ એક ખૂણે જોવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…