Not Set/ સોનમ કપૂરે મુંબઇ પોલિસની કરી નાંખી ઝાટકણી, પોલિસે આવવું પડ્યું બેકફુટ પર

મુંબઇ, બોલિવૂડ એક્સ્ટ્રેસ સોનમ કપૂરે હમણાં ટ્વીટર પર મુંબઇ પોલિસને સંભળાવી દીધી હતી.બન્યું એવું કે સોનમ હાલ  ‘ધ ઝોયા ફેક્ટર’નું શૂટીંગ કરી રહી છે.આ ફિલ્મના સોનમના કો-સ્ટાર દલકીર સલમાને પોતાના ટ્વિટર પર એક વીડીયો શેર કર્યો હતો, જેમાં તે કાર હેન્ડલ છોડીને મોબાઇલ પર ચેટ કરતો જોવા મળે છે.આ વીડીયોમાં સોનમ એવું બોલી રહી છે કે weirdo ..(એટલે […]

Trending Entertainment
pri સોનમ કપૂરે મુંબઇ પોલિસની કરી નાંખી ઝાટકણી, પોલિસે આવવું પડ્યું બેકફુટ પર

મુંબઇ,

બોલિવૂડ એક્સ્ટ્રેસ સોનમ કપૂરે હમણાં ટ્વીટર પર મુંબઇ પોલિસને સંભળાવી દીધી હતી.બન્યું એવું કે સોનમ હાલ  ‘ધ ઝોયા ફેક્ટર’નું શૂટીંગ કરી રહી છે.આ ફિલ્મના સોનમના કો-સ્ટાર દલકીર સલમાને પોતાના ટ્વિટર પર એક વીડીયો શેર કર્યો હતો, જેમાં તે કાર હેન્ડલ છોડીને મોબાઇલ પર ચેટ કરતો જોવા મળે છે.આ વીડીયોમાં સોનમ એવું બોલી રહી છે કે weirdo ..(એટલે વિચિત્ર વ્યક્તિ)

દલકીરે આ વીડીયો મુકતા મુંબઇ પોલિસે તેને ટ્વીટર પર ટોક્યો હતો.મુંબઈ પોલીસે દલકીરનાં વીડીયોને રી-પૉસ્ટ કરીને લખ્યું કે સોનમ કપૂર અમે તારી સાથે સહમત થઇએ છીએ..આ વિચિત્ર વ્યક્તિ ડ્રાઇવીંગ કરતી સમયે સ્ટન્ટ કરી રહ્યો છે અને બીજા કાર ચાલકોની જીંદગી પણ ખતરામાં મુકી રહ્યો છે.અમે આવા સ્ટન્ટને રીલ લાઇફમાં પણ મંજુર નથી કરતા.

આ પછી  સોનમ કપૂર પણ ટ્વિટર પર મુંબઈ પોલીસ સામે ટકરાઈ. સોનમ કપૂરે પોતાના સાથી કલાકારનો બચાવ કરતા ટ્વિટ કર્યું કે, અમે ડ્રાઇવીંગ નહોતા કરી રહ્યાં..અમે ટ્રક સાથે બંધાયેલા હતા.પણ મને આનંદ છે કે તેમને અમારી ચિંતા છે..હું આશા રાખું કે તમે સામાન્ય જનતા માટે પણ આવી કાળજી રાખો..

દિલકીરે પણ મુંબઈ પોલીસનાં ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે કાર ટ્રકના નીચેના ભાગ સાથે જોડાઇ હતી.અમે ઇચ્છીએ તો પણ આ કાર ચલાવી શકીએ તેમ નહોતા.

સોનમ અને દલકીરનો આ રિસપોન્સ જોઇને મુંબઇ પોલિસને ભાન થયું હતું કે આ લોકો શૂટીંગ કરી રહ્યાં હતા અને તેમની કારને ટ્રક ખેંચીને લઇ જઇ રહી હતી.

મુંબઇ પોલિસે આવકારતાં કહ્યું કે અમને ખુશી છે તમે કોઇ બેજવાબદાર વાયોલેશન નથી કરી રહ્યાં..તમારા ચાહકો માટે આ સારૂ ઉદાહરણ છે.