T20 CRIKET/ 12મીથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 T20 મેચની સિરીઝનો પ્રારંભ, આટલા રૂપિયાથી ઓનલાઇન બુકિંગ શરૂ

ગુજરાતના ક્રિકેટ રસિકો જેની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટેસ્ટમેચ બાદ હવે 12 માર્ચથી પાંચ T20 મેચની સિરીઝ શરૂ થવાની છે. ત્યારે આ મેચની ટિકિટનું બુકીંગ ઓનલાઇન book myshow પર

Gujarat Trending Sports
motera 12મીથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 T20 મેચની સિરીઝનો પ્રારંભ, આટલા રૂપિયાથી ઓનલાઇન બુકિંગ શરૂ

ગુજરાતના ક્રિકેટ રસિકો જેની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટેસ્ટમેચ બાદ હવે 12 માર્ચથી પાંચ T20 મેચની સિરીઝ શરૂ થવાની છે. ત્યારે આ મેચની ટિકિટનું બુકીંગ ઓનલાઇન book myshow પર શરૂ કરી થઈ ગયું છે. ટીકીટનો ભાવ ₹500, 1000, 2000 થી માંડીને ₹10,000 રાખવામાં આવ્યો છે. ટેસ્ટ મેચ કરતા ભાવ વધુ હોવા છતાં ફટાફટ ઓનલાઇન ટીકીટ બુક થઈ રહી છે.

Vaccination / દલાઈ લામાએ લગાવી કોરોનાની વેક્સિન, કહ્યુ- આ વેક્સિન ઘણી મદદગાર છે

આ અંગે ક્રિકેટ વર્તુળો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેડિયમની કેપિસિટી 1 લાખ 32 હજાર દર્શકોની છે. કોરોના ગાઈડલાઈન મુજબ સ્ટેડિયમની કેપિસિટીના 50 ટકા દર્શકો માટેની મંજૂરી આપવામાં આવી છે. ટેસ્ટમેચ કરતા દર્શકો T20 મેચમાં વધારે ધરાવતા હોય છે, જેથી મોટી સંખ્યામાં લોકો આ મેચ જોવા આવે તેવી શક્યતા છે. તેથી સ્ટેડિયમને સારી આવક પણ થઈ શકે છે. હાલ ઓફલાઇન બુકીંગ અંગે કોઈ માહિતી અપાઈ નથી. પરંતુ ઓનલાઈન બુકીંગ કર્યા બાદ પણ ફીઝીકલ ટિકિટ સ્ટેડિયમના બોક્સ ઓફીસ પરથી લેવી પડશે. એ પણ જે દિવસે મેચ નહીં હોય ત્યારે જ ફીઝીકલ ટીકીટ મળશે. અથવા દર્શક બૂકમાય શોની ઓફીસ પરથી પણ ફીઝીકલ ટીકીટ લઈ શકે છે. મોટાભાગે ₹500 વાળી ટીકીટ લોકો ખરીદતા હોય છે જો ₹500 વાળી તમામ ટીકીટ બુક થઈ જાય તો દર્શકે મોંઘભાવની ટીકીટ ખરીદવી પડે છે.

Cricket / ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?

ટી20 મેચ જોવા આવતા દર્શકોએ એએમડીએ પાર્ક એપ પર પાર્કિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પાર્કિંગ માટે 28 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર સ્ટેડિયમની અંદર પાર્કિગ નહીં કરી શકાય. આ સિરીઝને લઈ સ્ટેડિયમની બહાર ના રોડ પર આજે નવું બેરીકેટીંગ કરવામાં આવ્યું છે. લોકોની ભીડ ન થાય અને વાહનોના પાર્કિગની વ્યવસ્થા જળવાય રહે તે રીતે તૈયારી કરવામાં આવી છે. પોલીસના જવાનોને અત્યારથી જ પોઈન્ટ સોંપી દેવામાં આવ્યા છે.સુરક્ષા ધોરણોને ધ્યાનમાં લઈ સ્ટેડિયમમાં બ્લૂટૂથ, હેન્ડ્સફ્રી, ડીએસએલઆર કેમેરા જેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે મેચ જોવા આવતા વ્યક્તિને પોતાની સાથે મોબાઈલ અને પર્સ લઈ જવાની મંજૂરી અપાઈ છે. જો કોઈ અન્ય વસ્તુ કે નાસ્તો સાથે હશે તો તે બહાર મુકાવી દેવામાં આવે છે. સ્થાનિક દુકાનદારો દ્વારા જણાવ્યા પ્રમાણે ગત મેચોમાં કેટલાક દર્શકોને જાણ ન હોવાથી આવો સમાન લઈને આવ્યા હતા. તેમને ગેટ પાસે જ સામાન મુકાવી દેવાયો હતો. કેટલાક લોકોને તેમનો સમાન પરત મળ્યો નહોતો કેમકે નાના બાળકોની ટોળકી આવો સામાન લઈ જતી હોય છે. જેથી મોટેરા સ્ટેડિયમ આસપાસના દુકાનદારોએ નવો બિઝનેસ શરૂ કર્યો છે. આ દુકાનદારો મેચ દરમિયાન દર્શકોનો સામાન પોતાની દુકાનમાં સાચવી રાખશે. બદલામાં ચાર્જ પેટે ₹50 વસુલ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…