PM Modi/ કોરોના વેક્સીન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવો, ઇલેક્શન કમિશનનો આદેશ

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે હવે સખત વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જે રાજ્યોનાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં કોરોનાની વેક્સીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવવાનો આદેશ આપ્યો છે. કેરળ, પુડુચેરી, અસમ, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીની આચાર […]

Top Stories India
ezgif.com gif maker 3 કોરોના વેક્સીન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવો, ઇલેક્શન કમિશનનો આદેશ

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે હવે સખત વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જે રાજ્યોનાં ચૂંટણી યોજાવવાની છે ત્યાં કોરોનાની વેક્સીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવવાનો આદેશ આપ્યો છે.

ezgif.com gif maker 1 1 કોરોના વેક્સીન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવો, ઇલેક્શન કમિશનનો આદેશ

કેરળ, પુડુચેરી, અસમ, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને જ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.

ચૂંટણી પંચે આ રાજ્યોમાંથી વેક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાનો આદેશ આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે, જે રાજ્યોમાં આચાર સંહિતા લાગુ છે ત્યાં પીએમ મોદીના ફોટાનો ઉપયોગ ન કરી શકાય. તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આ મામલે સંજ્ઞાન લઈ ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપતા કહ્યું હતું કે, તે ચૂંટણીના નિયમોનું અક્ષરસ: પાલન કરે.