Vaccination/ દલાઈ લામાએ લગાવી કોરોનાની વેક્સિન, કહ્યુ- આ વેક્સિન ઘણી મદદગાર છે

કોરોનાવાયરસનાં ભયને દૂર કરવા દુનિયાભરમાં લોકો વેક્સિનને એક માત્ર તેનો તોડ સમજી લગાવી રહ્યા છે.

World

કોરોનાવાયરસનાં ભયને દૂર કરવા દુનિયાભરમાં લોકો વેક્સિનને એક માત્ર તેનો તોડ સમજી લગાવી રહ્યા છે. ત્યારે તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ પણ કોરોના વાયરસની રસી લીધી છે.

પ્રવાસ / PM મોદી ગુજરાતની મુલાકાતે, એરપોર્ટથી કેવડિયા જવા રવાના, જાણો શું છે કાર્યક્રમ?

દલાઈ લામાએ શનિવારે (6 માર્ચ) હિમાચલ પ્રદેશનાં ધર્મશાળાની ઝોનલ હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચ, 2021 થી શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનનાં પરિણામ રૂપે, દેશભરમાં 60 વર્ષ કે 45 વર્ષથી વધુ વયનાં, એવા લોકો કે જેઓ કોઈ ગંભીર બિમારીથી પીડાતા હોય તેઓને રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીકરણ અભિયાનનાં બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે. કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધા પછી, દલાઈ લામાએ કહ્યું કે તે ગંભીર રોગોને રોકવામાં મદદગાર છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?

કોરોના રસી લીધા પછી, દલાઈ લામાએ કહ્યું, “આ ઈંજેક્શન (રસી) ગંભીર સમસ્યાઓ થવાથી બચાવ માટે ખૂબ મદદરૂપ છે, અન્ય દર્દીઓએ પણ આ ઇન્જેક્શન લેવું જોઈએ.” મોટાભાગનાં લોકોએ આ ઇન્જેક્શન્સ લેવાની હિંમત કરવી જોઈએ.” દલાઇ લામાની કચેરીએ ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને આધ્યાત્મિક ગુરુને રસીની પ્રથમ ડોઝની વ્યવસ્થા કરવા બદલ આભાર માન્યો છે.

Gujarat: ઉજ્જૈનની યુવતીનો મૃતદેહ દાહોદ જિલ્લામાંથી મળી આવ્યો, આત્મહત્યા કે પછી હત્યા?

કોરોના ચેપને કારણે, દલાઈ લામા ઘણા મહિનાઓથી તેમના નિવાસસ્થાન પર હતા, અને લોકોને મળતા ન હોતા, પરંતુ આજે તેમને તેમના નિવાસસ્થાનથી કડક સુરક્ષા હેઠળ રસીકરણ માટે ધર્મશાળા હોસ્પિટલમાં (કોવિડ રસીકરણ કેન્દ્ર) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સવારે લગભગ 7 વાગ્યે તેમને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. રસી બાદ દલાઈ લામા થોડા સમય માટે હોસ્પિટલમાં આરામ કર્યો હતો અને તે પછી તેઓ મેકલોડગંજ સ્થિત તેમના નિવાસસ્થાન માટે રવાના થયા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ