Gujarat/ ઉજ્જૈનની યુવતીનો મૃતદેહ દાહોદ જિલ્લામાંથી મળી આવ્યો, આત્મહત્યા કે પછી હત્યા?

દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાનાં ગોરીયા ગામે ગરનાળા પાસેથી મધ્યપ્રદેશના ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યું છે.

Gujarat Others

રાજ્યમાં મૃત્યુનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો દાહોદ જિલ્લાથી સામે આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાનાં ગોરીયા ગામે ગરનાળા પાસેથી મધ્યપ્રદેશના ઉજ્જૈનની 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ રહેલી આ યુવતી ગરનાળા પાસે કેવી રીતે પહોંચી? યુવતીએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું? કે પછી કોઈકે આ યુવતીને ટ્રેનમાંથી ધક્કો માર્યો તે હાલ તપાસનો વિષય બની ગયો છે. ત્યારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ લીમખેડા પોલીસે આ યુવતીનું પેનલ પીએમ કરાવ્યાનું જાણવા મળેલ છે.

Crime: AMC નાં પૂર્વ એન્જીનીયર સાથે 18 લાખની ઠગાઈ, શેર ટ્રેડિંગના નામે પૈસા ખંખેરી ગઠિયાઓ ફરાર

આ મામલે મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના સ્ટાફ કોલોનીના રહેવાસી રામકિશોર તિવારીની 23 વર્ષીય પુત્રી સુપ્રીયા ગુજરાતના કચ્છ જિલ્લાના મુદ્રા જેનનગરના રહેવાસી તેમજ વ્યવસાયે ઇન્જીનીયર બનેવી રાજેશ શિવપાલ દ્વિવેદીના ઘરે ગઈ હતી જ્યાંથી ગતરોજ 02.03.2021 ના રોજ સડક મારફતે અમદાવાદ ખાતે આવી હતી. જ્યાંથી ટ્રેન નંબર 01463 સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર B2 ના 33 નંબરની સીટ પર રિઝર્વેશન કરાવી ભોપાલ તરફ જવા રવાના થઇ હતી. જે બાદ આ યુવતી કયાંક ગુમ થઇ ગઈ હતી. તેમજ તેનો આઈકાર્ડ, આધારકાર્ડ સહિતનો સમાન સીટ પરથી મળી આવી હતી. ત્યારબાદ ગુમ થયેલી સુપ્રીયાના બનેવીએ રતલામ RPF સહીત રેલવેની સંલગ્ન વેબસાઈટ પર સુપ્રીયાની ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોકે સુપ્રીયાનો કોઈ અતોપત્તો હાથ લાગ્યો નહોતો જોકે ત્યારબાદ પણ સીસીટીવી કેમેરાની ફૂટેજોમાં પણ કઈ જાણવા મળ્યું નહોતું.ત્યારે સુપ્રિયા ખરેખર ક્યા ગુમ થઈ ગઈ?તેને લઇ પરિવારજનો સહિત પોલીસ પણ અચંબામાં મૂકાઇ ગઇ હતી.

Crime: અસલામત અમદાવાદ માં વધુ એક છેડતીનો બનાવ બન્યો

જોકે લીમખેડા તાલુકાના ગોરીયા ગામ નજીક આવેલા બોરિયાલા રેલવે ગરનાળા પાસે ગઈકાલે સવારે સ્થાનિક લોકો પસાર થતાં તેઓની નજર એક મૃતક યુવતી પર પડતા તેઓએ ગામના સરપંચને જાણ કરતા સરપંચે લીમખેડા પોલીસનો સંપર્ક કર્યોં હતો. આ ઘટનાની જાણ બાદ લીમખેડા પોલિસે આ યુવતીની લાશનો કબ્જો મેળવી પીએમ કરવા માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી શોધખોળ હાથ ધરતા ટ્રેનમાંથી ગુમ થયેલી સુપ્રીયા હોવાનું બહાર આવ્યું હતું. સુપ્રીયા તિવારીએ ચાલુ ટ્રેને પડતું મૂક્યું? કે કોઈકે ધક્કો માર્યો? ઘુંટાતું રહસ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રાથી મધ્યપ્રદેશના ભોપાલ જવા નીકળેલી 23 વર્ષીય સુપ્રીયા તિવારી સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહીં હતી. ત્યારે આ ટ્રેન લીમખેડાથી આગળ વધી રહી હતી. ત્યારે અંધારી રાતમાં એવી તો શું ઘટના બની કે સુપ્રીયા તિવારી તેની સીટ પરથી રેલવેના ગરનાળામાં મૃત અવસ્થામાં ગરનાળા સુધી પહોંચી? શું સુપ્રીયાએ કઈ કારણોસર ચાલુ ટ્રેને પડતું મૂક્યું? અથવા અંધારી રાતમાં કોઈઓ પોતાની મેલી મુરાદ પુરી પાડવા આ સુપ્રીયાને ચાલુ ટ્રેને ધક્કો માર્યો? જે ખરેખર ઘુંટાતું રહસ્ય છે. જોકે રેલ્વે પોલીસ સહીત લીમખેડા પોલીસ આ ઘટનાની તપાસમાં કરી રહીં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ