ટીમનાં સ્કોરને આગળ લઈ જવાની જવાબદારી દરેક બેટ્સમેનની હોય છે. આવી સ્થિતિમાં ટીમની જવાબદારી ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર બેટ્સમેન પર ખાસ હોય છે. જો તેના નીચલા ક્રમનો કોઈ ખેલાડી મેદાન પર આવે અને તેની બેટિંગથી રેકોર્ડ બનાવે તો ચોક્કસ તે પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. કઇંક આવો જ એક રેકોર્ડ વિશે અમે તમને આજે જણાવવા જઇ રહ્યા છીએ.

આ પણ વાંચો – Cricket / IPL ની 15 મી સીઝન આ તારીખથી થઇ શકે છે શરૂ, જાણો ક્યારે રમાઇ શકે છે Final
આપને જણાવી દઇએ કે, એક ખાસ રેકોર્ડ 137 વર્ષ પહેલા બન્યો હતો. જે આજ સુધી તૂટ્યો નથી. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડનાં ક્રિકેટર વોલ્ટર રીડનાં નામે આવો જ એક અનોખો રેકોર્ડ છે. બેટિંગમાં 10માં નંબર પર ઉતરીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે નોંધાયો છે. આપને જણાવી દઈએ કે, વોલ્ટર રીડે ઓગસ્ટ 1884માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઓવિલ ટેસ્ટમાં પણ 117 રન બનાવ્યા હતા. જે 10માં નંબરનાં બેટ્સમેનનો સૌથી વધુ સ્કોર પણ રહ્યો છે. ત્યારથી, ઓસ્ટ્રેલિયાનાં રેગી ડફ, દક્ષિણ આફ્રિકાનાં પેટ સિનકોક્સ, બાંગ્લાદેશનાં અબુલ હસને ચોક્કસપણે 10માં ક્રમ પર સદી ફટકારી છે. તે વોલ્ટર રીડનાં 117 રનનાં જાદુઈ આંકડાને પણ સ્પર્શી શક્યો નથી. વોલ્ટર રીડે તેની 18-ટેસ્ટ કારકિર્દી દરમિયાન મોટે ભાગે ચોથા સ્થાને બેટિંગ કરી છે. તેમણે પાંચમાં અને છઠ્ઠા સ્થાને પણ બેટિંગ કરી છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપ્યા બાદ ભારત ચિંતિત, ICC એ આપ્યો આ જવાબ
વોલ્ટર રીડે માત્ર 2 કલાકમાં 117 રન બનાવ્યા હતા. ઉપરાંત, આ ઈનિંગની મદદથી વોલ્ટર રીડે ઈંગ્લેન્ડ માટે 9મી વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી. જે અત્યાર સુધીની એશિઝમાં પોતાનામાં એક રેકોર્ડ છે. 1893માં વોલ્ટર રીડને વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો હતો.
