BWF World Championships/ ભારતના સ્ટાર ખેલાડી એચએસ પ્રણોયનું શાનદાર પ્રદર્શન,વિશ્વના નંબર-1ને હરાવી સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

ભારતના સ્ટાર શટલર એચએસ પ્રણોયે જોરદાર પ્રદર્શન કર્યું છે, તેણે શુક્રવારે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

Top Stories Sports

ભારતના સ્ટાર શટલર એચએસ પ્રણોયે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે શુક્રવારે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મેન્સ સિંગલ્સની મેચમાં તેણે વર્લ્ડ નંબર 1 ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવ્યો હતો. પ્રણોયે ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે 13-21, 21-15, 21-16થી જીત નોંધાવી હતી. આ પહેલા એચએસ પ્રણયે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે પ્રકાશ પાદુકોણ (1880, 1983 અને 1985) પછી સતત ત્રણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર બીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો.

 

 

આ મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. એક્સેલસેને પહેલી ગેમ 21-13ના સ્કોરથી સરળતાથી જીતી લીધી હતી. જ્યારે બીજી ગેમમાં પ્રણોયે શાનદાર વાપસી કરી હતી. પ્રણોયે બીજી ગેમમાં શાનદાર વાપસી કરીને 21-15થી ગેમ જીતી લીધી હતી. આ પછી નિર્ણાયક રમત શરૂ થાય છે,જેમાં પ્રણોયે એક્સેલસનને 21-16થી હરાવ્યો હતો. અગાઉના દિવસે, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી તેમની ક્વાર્ટર ફાઈનલ મેચ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ડેનમાર્કના એન્ડર્સ સ્કારરૂપ રાસમુસેન-કિમ એસ્ટ્રુપે ભારતીય જોડીને 21-18, 21-19થી હરાવ્યું