દેશમાં કોરોના સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું છે કે, ‘એકબીજાની મદદ કરતા સામાન્ય માણસો બતાવે છે કે કોઇનું હ્રદય સ્પર્શ કરવા હાથ અડવાની જરૂર નથી. મદદનો હાથ વધારતા ચાલો આ આંધળી સિસ્ટમની સચ્ચાઈ બતાવતા ચલો!’
ઓક્સિજન સંકટ! / ગુજરાતીની આ ઓક્સિજન ફેક્ટરીમાં ફાયરિંગ, એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી શખ્સો ફરાર
આ અગાઉ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસ સંક્રમણ સામે નિઃશુલ્ક રસીકરણની વાત કરતા સોમવારે કહ્યું હતું કે, ભારતને ભાજપની ‘સિસ્ટમ’ નો શિકાર ન બનાવો. તેમણે ટ્વીટ કર્યું, ‘ચર્ચા બહુ થઈ ગઈ, દેશવાસીઓએ રસી નિઃશુલ્ક મળવી જોઈએ-બસ વાત ખતમ, ભારતને ભાજપ સિસ્ટમનો શિકાર ન બનાવો.’ રાહુલ ગાંધી અને કોંગ્રેસ છેલ્લા ઘણા અઠવાડિયાથી માંગ કરી રહ્યા છે કે, દેશનાં તમામ નાગરિકોને મફત રસી ઉપલબ્ધ કરાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસી રાજ્ય સરકારોને ડોઝ દીઠ 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે. બીજી બાજુ, ભારતની બાયોટેક રસી રાજ્યો માટે ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને 1200 રૂપિયામાં મળશે. જો કે ઘણી રાજ્ય સરકારોએ ઘોષણા કરી છે કે તેમના લોકોને મફત રસી આપવામાં આવશે.
દેશ સંકટમાં / પરિવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનની કરી માંગણી, CMO બોલ્યા- હવે માંગણી કરી તો જેલ મોકલી દઇશ
બીજી તરફ, રાહુલે રવિવારે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકારની ‘બનાવટી તસવીર’ બચાવવા માટે, કોરોના રોગચાળાને લગતી સચ્ચાઇને છુપાવવામા આવી રહી છે અને મૃત્યુનાં આંકડા ઓછા બતાવવામાં આવી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “સિસ્ટમ ફેલ છે એટલે આ જનહિતની વાત કરવી જરૂરી છે: આ સંકટમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે, હું મારા કોંગ્રેસનાં સાથીઓને વિનંતી કરું છું કે તમામ રાજકીય કાર્ય છોડી દે અને ફક્ત જનતાને, દરેક રીતે મદદ કરે.” દેશવાસીઓનાં દુઃખને દૂર કરો, આ કોંગ્રેસ પરિવારનો ધર્મ છે.