ગુજરાત/ સુરતમાં કાપડના વેપારી પાસેથી 75 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાગરીત ઝડપાયો

કાપડના વેપારીને કહ્યું બીજાના GST નંબર પર ધંધો કરો છો…. લાંચ માંગતાACBના છટકામાં ફસાયા

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 10T130345.052 સુરતમાં કાપડના વેપારી પાસેથી 75 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલનો સાગરીત ઝડપાયો

@નિકુંજ પટેલ

Surat News:સુરતમાં કાપડના વેપારીને તમે બીજાના GST નંબર પર ધંધો કરો છો કહીને 75 હજારની લાંચ લેતા એક કોન્સ્ટેબલ સહિત બે શખ્સોની ACBના અધિકારીઓએ અટક કરી છે.

એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ આ બનાવ સંદર્ભે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નાથુ ચૌધરી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે સુરતમાં રહેતા અને વચેટિયા તરીકે કામ કરતા અબ્દુલગની એસ.શેખની અટક કરી છે.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી  તેમના મિત્રના GST નંબર પર કાપડનો ધંધો કરે છે. આથી આરોપી કોન્સ્ટેબલ નાથુ ચૌધરી તથા અબ્દુલ ગની શેખ ફરિયાદીની દુકાન પર ગયા હતા. તેમણે ફરિયાદીને બીજાના GST નંબર પર ધંધો કરો છો કહીને પતાવટ માટે રૂ.75,000 ની લાંચની માંગણી કરી હતી.

બીજીતરફ ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ફરિયાદીની દુકાન પાસે જાળ બિછાવીને લાંચના રૂ.75,000 લેવા આવેલા અબ્દુલગની શેખની રંગેહાથ ધરપકડ કરી હતી. ACBએ આ અંગે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

આ પણ વાંચો:વાઈબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતમાં ટ્રેડ શોનું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમ

આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા