Maharashtra/ ઔરંગાબાદ, ઉસ્માનાબા અને નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલાયું, ઉદ્ધવ ઠાકરેએ માંગી માફી

આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની કેબિનેટે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલી નાખ્યા છે…

Top Stories India
Cabinet Approves Renaming

Cabinet Approves Renaming: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ શિવસેનાની અરજી પર બંને પક્ષોના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી છે.  હવે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવાનો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની કેબિનેટે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલી નાખ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની મંજૂરી આપી છે. આ સાથે નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે પોતાના સાથીદારોનો પણ આભાર માન્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જનતાની માફી માંગી છે. તેમણે કહ્યું કે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવની સરકાર મુશ્કેલીમાં છે. શિવસેનાના નેતા અને ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેના અને અપક્ષ ધારાસભ્યોને લઈને સરકાર સામે બળવો કર્યો છે.

કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અલગ-અલગ વિચારધારા હોવા છતાં અમે છેલ્લા અઢી વર્ષથી ખૂબ સારી રીતે સરકાર ચલાવી. હું આપ સૌનો આભાર માનું છું. મને મારા જ લોકો દ્વારા દગો આપવામાં આવ્યો છે. અમે કેબિનેટની બેઠકમાં ત્રણ શહેરોના નામ આપ્યા છે. શું આ છેલ્લી મીટિંગ છે, મુખ્યમંત્રીએ આ અંગે કંઈ કહ્યું નથી.

આ પણ વાંચો: Delhi/ 1 ઓક્ટોબર 2022 થી 28 ફેબ્રુઆરી સુધી રાજધાનીમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

આ પણ વાંચો: નવી દિલ્હી/ ‘ગબ્બર સિંહ ટેક્સ’ બની ગયો ‘ગહસ્થી સર્વનાશ ટેક્સ’, રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન

આ પણ વાંચો:  Vice President Election/ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત, જરૂર પડશે તો 6 ઓગસ્ટે મતદાન થશે