Not Set/ સતત ચોથીવાર પુતિન રશિયાની કમાન સંભાળશે, ચૂંટણીમાં મેળવ્યો ઐતિહાસિક વિજય

મોસ્કો, રવિવારે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં વ્લાદિમીર પૂતિને એકવાર ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે જ વ્લાદિમીર પુતિન રશિયાની સતત ચોથી વખત દેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પુતિને ૨૦૧૨ કરતા પણ વધુ વોટ મેળવ્યા છે. રશિયાના ચુંટણીપંચે આપેલી માહિતી મુજબ, છેલ્લા ૧૮ વર્ષથી રાજનીતિમાં દબદબો બનાવી […]

Top Stories
rrrr સતત ચોથીવાર પુતિન રશિયાની કમાન સંભાળશે, ચૂંટણીમાં મેળવ્યો ઐતિહાસિક વિજય

મોસ્કો,

રવિવારે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં વ્લાદિમીર પૂતિને એકવાર ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે જ વ્લાદિમીર પુતિન રશિયાની સતત ચોથી વખત દેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પુતિને ૨૦૧૨ કરતા પણ વધુ વોટ મેળવ્યા છે. રશિયાના ચુંટણીપંચે આપેલી માહિતી મુજબ, છેલ્લા ૧૮ વર્ષથી રાજનીતિમાં દબદબો બનાવી રાખનાર પુતિનને આ વખતે ૭૬.૬૭ ટકા મત મળ્યા છે.

ચૂંટણી પહેલા પણ માનવામાં આવી રહ્યું હતું કે, હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ દેશના આ સર્વોચ્ચ પદ પર બની રહેશે ત્યારે રશિયાની જનતાએ પુતિનને વધુ ૬ વર્ષ માટે પોતાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટી કાઢ્યા છે. તેઓ હવે ૨૦૨૪ સુધી આ પદ પર રહેશે.

મહત્વનું છે કે, ૨૦૨૪માં પુતિન ૭૧ વર્ષના હશે અને તે સમયે તે સોવિયત શાસક જોસેફ સ્ટાલિન બાદ સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેનાર નેતા હશે. પુતિને આ ચુંટણી પહેલા પોતાના દેશના લોકોને વચન આપ્યુ હતું કે, પશ્ચિમી દેશો સામે રક્ષા ક્ષેત્રે રશિયાનુ વધુ મજબૂત બનાવવામાં આવશે અને લોકોના જીવન સ્તરમાં સુધારો કરવામાં આવશે.

પોતાની ઐતિહાસિક જીત બાદ પોતાના સમર્થકોને સંબોધિત કરતા પુતિને જણાવ્યુ હતું કે, લોકોના પ્રેમના કારણે મને પૂર્ણ વિશ્વાસ હતો કે જીત થશે. પુતિનના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી એવા કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર પાવેલ ગ્રુદીનીનને ૧૩ ટકા વોટ મળ્યા હતા. જ્યારે નેશનાલિસ્ટ વ્લાદિમીર જીરીનોવસ્કીને ૬ ટકા મત મળ્યા હતા. કોઈપણ ઉમેદવાર પુતિનની આસપાસ પણ પહોંચી શક્યો નથી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે રશિયામાં રાષ્ટ્રપતિની ચુંટણી માટે યોજાયેલા મતદાનમાં દેશના ૧૧ કરોડ લોકોએ વોટિંગ કર્યું હતું. જેમાં રશિયા સેન્ટ્રેલ ઈલેક્શન કમીશનના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન થયુ હતું.