Not Set/ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ગુજરાત, રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠેર ઠેર માવઠું પડ્યું હતું. ગુજરાતમાં અનેકવિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને આણંદના ગામોમાં રવિવારે સાંજે અને સોમવારે સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતવરણે પલટો માર્યો છે, અરવલ્લીની […]

Top Stories
bsk ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ગુજરાત,

રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠેર ઠેર માવઠું પડ્યું હતું. ગુજરાતમાં અનેકવિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા અને આણંદના ગામોમાં રવિવારે સાંજે અને સોમવારે સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.

bsk 2 ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતવરણે પલટો માર્યો છે, અરવલ્લીની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા છે. મહત્વનું છે કે, વરસાદી વાતાવરણને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ તરફ બનાસકાંઠમાં પણ વાતાવરણમાં અચનાક પલ્ટો આવી ગયો છે.

bsk 1 ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભિંજાયા હતા. બીજી બાજુ એસજી હાઈવે, પૂર્વ અમદાવાદ અને એલીસબ્રિજ જેવા વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. સાથે જ ગાંધીનગર, માણસા, અંબાજી, પાટણ સહિતના શહેરોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મળતી માહિતી અનુસાર પાલનપુર, ડીસા, દાંતા, અંબાજી, વડગામ પંથકમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડ્યા છે. વરસાદ પડતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. જો કે કમોસમી વરસાદ પડતાં અનેક પાકને નુકસાન થતાં ખેડુતો ચિંતામાં આવ્યા હતા. હાલ પાકની લણણી મોસમ ચાલી રહી છે, ત્યારે આ માવઠાંએ પાકને નુકસાન કર્યું છે. ખેડુતોના બટાકા, ઘઉં, ડુંગળી,ચણા જેવા પાક તૈયાર થઇ ગયા છે.