ઇન્ટરવ્યુ/ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

મહેમદાવાદના યુવાનોને રોજગારી માટે અન્ય શહેરમાં જવાની જરૂર ના રહે માટે અહીયા જ રોજગારના યુનિટ ઉભા થાય તે માટે હુ કાર્યશીલ છું. અત્યાર સુધી મહેમદાવાદ તાલુકામાં 24 ઉધોગ એકમ લાગી ગયા છે

Top Stories Gujarat Mantavya Exclusive Trending
25 1 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ઘારાસભ્ય બનેલા અને પ્રથમવાર જ  ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી તરીકે પદભાર સંભાળનાર સ્વાભાવે મિલનસાર, દૂરંદેશી નેતા અર્જુનસિંહ ચૌહાણે   મંતવ્ય ન્યુઝ સાથે એકસકલયુઝીવ વાતચીત કરતાં પોતાના જીવનની અનેક નાની મોટી વાતો પર ચર્ચા કરી હતી. તેના અંશો અહી પ્રસ્તુત છે.

 પરિચય-શિક્ષણ

મહેમદાવાદ તાલુકાના નાના ગામ વાંઠવાડીના  ખેડૂત પરિવારમાં 22-6-1976ના રોજ અર્જુનસિંહ ચૌહાણનો જન્મ થયો. માતાપિતા સેવાભાવી અને ધાર્મિક હતા માટે તેમને આ ગુણ ગળથુથીમાં જ મળ્યા હતા. લોકો પ્રત્યે લાગણી, દયાભાવ અને પોતિકાપણું રાખવુ તેમને ઘરમાંથી જ શીખવવામાં આવ્યું હતુ.  શિક્ષણ વિશે વાત કરતા અર્જુનસિંહ કહે છે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા વાંઠવાડીમાંથી જ મેળવી હતી. જ્યારે ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ  મહેમદાવાદ શહેરની શેઠ જે.એચ.સોનાવાલા હાઇસ્કૂલમાં કર્યો. કોલેજની વાત કરું તો મહુધામાં બીકોમ સાથે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

11 14 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

 

સંઘર્ષનો સમય તમને ઘણું બધુ શીખવી જાય છે

અત્યારે અર્જુનસિંહ ચૌહાણને જે જોતા હશે તેમને તો એમ જ લાગતુ હશે કે બધુ જ તૈયાર મળી ગયુ છે. પરંતુ એમ નથી. તેમને પણ જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા છે. પોતાના સંઘર્ષ વિશે વાત કરતા કહે છે, કોઇ પણ સફળતા મહેનત અને સંઘર્ષ વગર નથી મળતી. મે પણ જીવનમાં પરિશ્રમ કર્યો છે, અભ્યાસ પરિપૂર્ણ કર્યા બાદ અનેક નોકરીઓ કરી જેમાં કોમ્યુટર ઓપરેટર સહિત ડોર ટુ ડોર માર્કેટીંગ, ઉપરાંત પુસ્તક પ્રકાશનમાં પણ કામ કર્યુ. જો કે જીવનમાં સંઘર્ષનો સમય તમને ઘણું બધુ શીખવી જાય છે અને અનેક બોધપાઠ પણ આપે છે. માટે જ મહેનત કરતા રહેવાનું ધાર્યુ પરિણામ ચોક્કસથી મળશે જ.

12 16 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

બાજરીના રોટલા અને મેંથીનું શાક મનગમતું ભોજન

તમને ભોજનમાં શું ભાવે જેવા પ્રશ્નના જવાબમાં સહેજ ગામઠી અને લહેંકાની ભાષામાં વાત કરતા અર્જુનસિંહ કહે છે કે ભાઇ આપણને તો બાળપણથી જ શીખવવામાં આવ્યું છે કે ચાલશે..ફાવશે અને બધુંય ભાવશે..એમ રાખવું. છતા સાચુ કહું તો મને બાજરીના રોટલા અને મેંથીનું શાક ખુબ ભાવે. એમ કહી શકું કે છપ્પનભોગનો સ્વાદ એકબાજુ અને મારા આ સાત્વિક ભોજનનો સંતોષ બીજી બાજુ. હા પાછી સેવઉસળ પણ ભાવે, જીવનની એવી ઘણી બધી ક્ષણો છે જેમાં સેવઉસળ જ મારા માટે બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનર હતુ. થોડા ભાવુક થઇને કહે છે, એક સમય એવો હતો જ્યારે કઇ ખાવું હોય તો વિચારવું પડતું અને આજે ગમે તે ખાઇ શકું છું પરંતુ હવે એ સમય ના રહ્યો.

13 12 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ

સમાજસેવા અને સેવાકીય પ્રવૃતિ વીશે વાત કરતા અર્જુનસિંહ કહે છે, હું 1989માં RSS સાથે જોડાયો. જ્યાં સેવાકીય પ્રવૃતિની સાથે સાથે સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ બાખૂબી રીતે શીખવાડવામાં આવ્યું. કોઇ પણ આફત આવે તેની સામે નિડરતાથી ઉભા રહેતા આરએસએસ પાસેથી જ શીખવા મળ્યું. પુર, ભૂકંપ, અતિવૃષ્ટિ જેવા મુશ્કેલ સમયમાં ખડેપગે ઊભા રહી નૈતિક ફરજ નિભાવવાની કુનેહ આ સંસ્થા સાથે જોડાયા પછી હું વધૂ મજબૂતાઇથી શીખ્યો. સંઘના અનેક હોદ્દા પર નિષ્ઠાપૂર્વક કામ કર્યાનો મને આનંદ છે.

દાદાજી રાજકારણથી દૂર રહેવાનું કહેતા પણ..

સામાન્ય રીતે રાજકારણમાં પ્રવેશ મળેવતી વ્યક્તિના બેગ્રાઉન્ડમાં પણ ક્યાંકને ક્યાંક રાજકીય રંગ હોય છે જ. પરંતુ મારા કિસ્સો થોડો જુદો છે, તેમ કહેતા અર્જુનસિંહ વાત આગળ વધારે છે, મારા પરિવારમાંથી કોઇ રાજકારણમાં નથી. મારા દાદાજી તો રાજકારણથી દૂર રહેવાનું કહેતા. પરંતુ લોકો પ્રત્યે સેવાભાવ, પરિવાર, સમાજ પ્રત્યેનો લાગણીભાવ તો લોહીમાં જ હતો. માટે જ આ ગુણ ક્યારેય કૌટુંબિક વંશમાંથી ગયો જ નહી. પોતાના રાજકારણ પ્રવેશ વીશે કહે છે કે મે ક્યારેય વિચાર્યુ ન હતું કે હું રાજકારણમાં પર્દાપણ કરીશ. મને 28-32016માં ભાજપે ખેડા જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી સોંપી હતી. મારે સેવા કરવી હતી અને હું સેવા કરતો હતો બસ. મે ક્યારેય ધારાસભ્યની ટિકીટ માંગી ન હતી. મને સામેથી ફોન આવ્યો હતો કે તમને ધારાસભ્યની ટિકીટ ફાળવવામાં આવી છે. એ દિવસે મને ખુબ જ આનંદ થયો હતો. પરંતુ કહેવાય છે ને કે હોદ્દો મોટો તો જવાબદારી પણ મોટી. મને ટિકીટ મળી તે જાણીને જે ઉમેદવારોએ ધારાસભ્યની ટિકીટ માંગી હતી તેમણે પાર્ટી સામે રાજકીય બળવો શરૂ કર્યો. એટલુ જ નહીં મારી સામે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી. પરંતુ મને ખુશી છે કે ભાજપ પક્ષની વિચારધારાને પ્રજા સારી રીતે સમજી અને મને બહુમતી સાથે વિજયી બનાવ્યો. આજે પણ હું પ્રજાનું ઋણી છું, હકીકતમાં મારી જીત તે એમની જીત છે. તેમના પ્રેમ, વિશ્વાસ અને મારા પ્રત્યેની અતુટ શ્રદ્ધાની જીત છે. હું તેમનો ખુબ ખુબ આભારી છું.

16 10 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

..અને મને બનાવ્યો કેબિનેટ મંત્રી

રાજકીય કારકિર્દી વીશે આગળ વાત કરતા અર્જુનસિંહ કહે છે, જ્યારે નવી સરકારની રચના થઇ એટલે કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવી ત્યારે મે સપનામાં પણ વિચાર્યુ ન હતું કે કેબિનેટ મંત્રી તરીકે મારી પસંદગી થશે. આ પ્રસંગની વાત કરૂ તો મારા મિત્રો સાથે બેઠો હતો ત્યારે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબનો ફોન મારા પર આવ્યો કે તમને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે, સ્વાભાવિકપણે ખુશી ખુબ થઇ કે મને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવશે, પરતું જ્યારે શપથ રિહર્સલમાં ખબર પડી કે કેબિનટ મંત્રી તરીકે મારા પર વિશ્વાસ મુકવામાં આવ્યો છે, તે ક્ષણ મારા માટે અહલાદક હતી .

14 14 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

સેવા..સમભાવ અને સમર્પણ..

કોરોનાકાળને યાદ કરતા કહે છે કે, તે સમય ખરેખર ખુબ કપરો હતો. પરંતુ મારા મતે એ પરિક્ષા હતી મનુષ્યની મનુષ્ય પ્રત્યેની. અને મને ખુશી છે કે હું તેમાં પાસ થયો છું, આ મારો મત નથી પરંતુ પ્રજાનો મત છે.  કોરોનામાં મારાથી થતી તમામ મદદ મે કરી, કોરોનાની પ્રથમ લહેરમાં મહેમદાવાદ તાલુકામાં જરૂરીયાતમંદોને કિટો પુરી પાડી, અનાજ કિટો સહિત જે વસ્તુઓ અને હોસ્પિટલની જરૂર હોય તે પ્રમાણે વ્યવસ્થા કરી આપવાનું કામ કરતા, સાથે સાથે સ્વાસ્થ સારુ રહે તે માટે ઉકાળો બનાવી લોકો સુધી પહોંચાડવાનું પણ આયોજન પણ કર્યું. હોસ્પિટલમાં મેડિકલ સાધનો પુરા પાડ્યા, PM ફંડમાં પણ તાલુકામાંથી લાખો રૂપિયા આપવામાં આવ્યા. સૌથી મહત્વની વાત એ છે કે આ ફંડમાં તાલુકાના ખેડૂતોને જે સહાય ચૂકવવમાં આવતી હતી તે તેમણે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અતર્ગત  pm ફંડમાં 6,40 લાખ રૂપિયા આપ્યા.

18 5 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

મહેમદાવાદ તાલુકાનો વિકાસ મારી નૈતિક જવાબદારી

હું મહેમદાવાદ તાલુકાનો પ્રતિનિધિ છું માટે મારી નૈતિક જવાબદારી છે કે મારે મહેમદાવાદના વિકાસ માટે કામ કરવું જોઇએ. આ માન્યતા સાથે  હું વિકાસના કામો કરી રહ્યો છું મહેમદાવાદમાં 64 રોડ-રસ્તાઓ બનાવી દીધા છે, આ ઉપરાંત મોદેજ-માંકવા પુલનું કામ પૂર્ણ થયું છે. ખાત્રેજથી નડિયાદ સુધીનો રોડ કે જે સાંકડો હોવાથી અનેક અકસ્માત થતાં હતા તે પણ પહોળો કરાવ્યો. અમદાવાદથી ડાકોરનો રોડ પણ તૈયાર કરાવ્યો છે. એટલુ જ નહીં આ સાથે શંત્રુડા અને રતનપુર પુલ પણ હવે પરિપૂણ થઇ ગયો છે. અરેરીમાં આઇટીઆઇની ઇમારતનું ભવ્ય નિર્માણ કર્યું, PHC સેન્ટરને રિનોવેશન કરાવીને નવા કરાવ્યા અને અનેક સુવિધાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ગામડાઓની શાળાઓમાં 100થી વધુ ઓરડાઓ પણ તૈયાર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાના મોટા અનેક વિકાસના કાર્યો કર્યા છે. અને આવનારા ભવિષ્યમાં કરતો રહીશ.

21 2 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

યુવાનોને રોજગારી મળી રહે તે માટે કટીબદ્ધ છું

યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો હોય છે. માટે જ મહેમદાવાદમાં જ રોજગારી ઉભી કરવા માટે મારા સતત પ્રયત્ન રહ્યા છે, મહેમદાવાદના યુવાનોને રોજગારી માટે અન્ય શહેરમાં જવાની જરૂર ના રહે માટે અહીયા જ રોજગારના યુનિટ ઉભા થાય તે માટે હુ કાર્યશીલ છું. અત્યાર સુધી મહેમદાવાદ તાલુકામાં 24 ઉધોગ એકમ લાગી ગયા છે, હવધરવાસ રોડ, અકલાચા રોડ, રોહિસ્સા સહિત વરસોલામાં યુનિટની શરૂઆત થઇ છે. ટૂંક સમયમાં તમામ કાર્યરત પણ થઇ જશે. મહેમદાવાદ શહેર સહિત તાલુકાના સર્વે લોકોનો વિકાસ થાય અને અહીયા જ તમામ સુવિધા મળી રહે તે માટે હું કટીબદ્વ છું

20 2 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

કર્ણપ્રિય સંગીત

સતત કાર્યશીલ રહ્યા પછી ક્યારેક તો એમ થતુ હશે કે કઇંક ગમતુ કરીએ સાંભળી..તેવા સમયે તમને શુ ગમે છે..? તેનો જવાબ આપતા અર્જુનસિંહ કહે છે મને સંગીત ગમે છે જેમાં ભજન, સુફી, અને ગઝલ ખુબ ગમે છે તેમાં પણ જગજીત સિંહની ગઝલો મારો થાક દૂર કરે છે.,કૈલાશ ખેરના ગીતો સાંભળવા પણ ગમે.. કર્ણપ્રિય સંગીતથી હું રિલેકસ અનુભવું છું

22 1 રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મંતવ્ય ન્યુઝ સાથે એક્સક્લયુઝીવ વાતચીત..

મારા આદર્શ તો…

 પોતાના આદર્શ વિશે વાત કરતા અર્જુન સિંહ ચૌહાણ કહે છે જેમના વિચારોથી આજે પણ હિંદુત્વ હોવાનો બધાને ગર્વ હોય અને તેમની વિચારધારા આજના યુવાનોને સૈાથી વધુ પ્રભાવિત કરે છે એવા સ્વામી વિવકાનંદ મારા ધાર્મિક પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, તેમના કાર્ય ,જીવનશૈલી તમને સતત કામ પ્રત્યે ઉત્સાહિત રાખે છે.

જયારે શૈાર્યની વાત આવે એટલે માનસપટ પર બે નામ હમેંશા તરવરે  એક મહારાણા પ્રતાપ અને બીજા છત્રપતિ શિવાજી, આ મહાન રાજાઓના શોર્યની ગાથાથી તમે અનેક પડકારોનો સામનો તમે સહજતાથી કરી શકો છો,મને મહારાણા પ્રતાપ વિશે માન છે પરતું  મને પ્રેરણા આપતા હોય તો તે છત્રપતિ શિવાજી છે.

હમેશા બધાને લઇને ચાલવાની ભાવના,રાષ્ટ્રને સમર્પિત જીવન કરનાર અને તમામ વર્ગનનું ખ્યાલ રાખનાર ,એવા  વિશ્વના નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા રાજ્કીય આદર્શ છે, તેમના વ્યકતિત્વથી હું ઘણુંબધુ શીખ્યો છું