Not Set/ કરોડોના ખર્ચે બનાવેલી હોસ્ટેલ , બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહી છે…!!

ભુજમાં 12 કરોડના ખર્ચે બનાવેલી  સરકારી પોલીટેક્નિક કોલેજ ની હોસ્ટેલ બંધ હાલતમાં છે. છેલ્લા  બે વર્ષથી  આ કોલેજ હોસ્ટેલ  કોઇ  લોકાર્પણ પણ કર્યું નથી. આથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને એનએસયુઆઇ દ્વારા રીબીન કાપીને હોસ્ટેલ ખુલ્લી  મુકી વિરોધ  નોંધાવવામાં આવ્યો છે. ભુજમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજમાં 12 કરોડના ખર્ચે 150 વિદ્યાર્થીઓ અને 100 વિદ્યાર્થીનીઓ રહી શકે […]

Top Stories Gujarat Others
ભુજ કરોડોના ખર્ચે બનાવેલી હોસ્ટેલ , બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહી છે...!!

ભુજમાં 12 કરોડના ખર્ચે બનાવેલી  સરકારી પોલીટેક્નિક કોલેજ ની હોસ્ટેલ બંધ હાલતમાં છે. છેલ્લા  બે વર્ષથી  આ કોલેજ હોસ્ટેલ  કોઇ  લોકાર્પણ પણ કર્યું નથી. આથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને એનએસયુઆઇ દ્વારા રીબીન કાપીને હોસ્ટેલ ખુલ્લી  મુકી વિરોધ  નોંધાવવામાં આવ્યો છે. ભુજમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજમાં 12 કરોડના ખર્ચે 150 વિદ્યાર્થીઓ અને 100 વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી વ્યવસ્થા સાથે કુમાર અને કન્યા છાત્રાલય બે વર્ષ પહેલા નિર્માણ પામી ગયા છે, પરંતુ લોકાર્પણ ન થતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જાતે રીબીન કાપીને વિરોધ નોધાવ્યો  હતો.

ક્ચ્છએ જિલ્લો નહિ પણ વિશાળ પ્રદેશ છે, એમાંય ભુજમાં ખાસ તો વિદ્યાર્થીઓ ભણવા આવે છે. દૂરના તાલુકાઓ અને ગામડાઓમાંથી છાત્રો જ્યારે ભણવા માટે ભુજ આવે છે ત્યારે રોજનું અપડાઉન પોષાય તેમ નથી, તેથી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. ભુજમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજમાં 12 કરોડના ખર્ચે 150 વિદ્યાર્થીઓ અને 100 વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી વ્યવસ્થા સાથે કુમાર અને કન્યા છાત્રાલય બે વર્ષ પહેલા નિર્માણ પામી ગયા છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ પૂર્ણ પણ કરી દેવાયું પણ ઉદ્ઘાટનના અભાવે આ હોસ્ટેલ ધૂળ ખાઈ રહી હતી.  ત્યારે કોંગ્રેસે વિદ્યાર્થીઓની વેદના સમજીને આ હોસ્ટેલ રીબીન કાપીને ખુલ્લી મૂકી છે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,પ્રવક્તા દિપક ડાંગર અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હોસ્ટેલ ખુલ્લી મૂકી સરકારની બેજવાબદારીભરી નીતિનો વિરોધ કરાયો છે..

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.