Not Set/ પાટણમાં પ્રેમ કરવાની તાલિબાની સજા, પોલીસે કરી 17 લોકોની અટકાયત

પાટણના હારીજમાં પ્રેમી યુગલને તાલીબાની સજા કરવામાં આવી. યુવક અને યુવતીના માથાનું મુંડન કરવામાં આવ્યું હતું.જે બાદ બંનેના ચહેરાઓ કાળા કરી દેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
તાલિબાની સજા

પાટણના હારીજમાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે.આ ઘટનાને ગંભીરતાથી લઈને કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા વાદીવસાહત વિસ્તારમાં આવ્યા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.જે બાદ પોલીસે આ ઘટનામાં 17 લોકોની અટકાયત કરી છે. જેમાં યુવતીના સગા સહિતનાઓની અટકાયત કરવામાં આવી છે.  પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :હાઇકોર્ટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા પોલીસને નોટિસ ફટકારી

મહત્વનું છે કે  પાટણના હારીજમાં પ્રેમી યુગલને તાલીબાની સજા કરવામાં આવી. યુવક અને યુવતીના માથાનું મુંડન કરવામાં આવ્યું હતું.જે બાદ બંનેના ચહેરાઓ કાળા કરી દેવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો અને આખરે પોલીસ  દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ વિશે પાટણ એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, આ ઘટનામાં પોલીસ ફરિયાદી બનશે. યુવતીને સુરક્ષા આપવામાં આવશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો પાટણના કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ જણાવ્યું કે, વાદી વસાહતમા બનેલી જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે તે બે-ત્રણ દિવસ પહેલાની છે. વાદી વસાહતના સમાજના અલગ કાયદા કાનૂન છે, જેમાં આ પ્રકારની સજા યુવતીને કરવામાં આવી છે. જે કાયદા અને કાનુન વિરુદ્ધ છે તે ન ચલાવી લેવાય. જેથી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોમા દેખાતા લોકો પણ પકડી પાડવામા આવ્યા છે. 17 થી વઘુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિત યુવતીને જે પણ મદદની જરૂર હશે તે પૂરી પાડવામા આવશે.

આ પણ વાંચો : નડિયાદ : દત્તક બાળકને આ કારણે મહિલાએ તરછોડ્યુ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, આ ઘટનાની અનેક લોકો અને સમાજ દ્વારા નિંદા કરવામાં આવી છે. જ્યારે મીડિયાએ આ ઘટના વિશે ફરિયાદીઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ કહ્યું કે આ એક રિવાજ છે.

આ સમગ્ર ઘટના બાદ ગુજરાત મહિલા આયોગ પણ એક્શનમાં આવ્યું છે. મહિલા આયોગે પાટણ એસપીને સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ઊંડો અહેવાલ આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં મહિલાને તાલિબાની સજા ફટકારવાની અને ઓનરકિલિંગ જેવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં સામે આવી ચૂક્યા છે. હારિજ કેસમાં પોલીસે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :જેસલમેર ફરવા જઇ રહેલા વડોદરાના પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

આ પણ વાંચો :મનસુખ વસાવાની એક ફરિયાદથી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણૅશ મોદી દોડી આવ્યા