Not Set/ જામનગરના ટોક ઓફ ટાઉન બનેલા મુદ્દે પોલીસે નોંધી ફરિયાદ, જાણો શું છે આ મામલો

જામગનરમાં ચકચારી બનેલા પ્રકરણમાં આખરે પોલીસે રાજકીય પ્રેશર વચ્ચે પણ કોર્ટના હુકમ બાદ ભાજપ નગરસેવકના ભાણેજ, પુત્ર અને ભત્રીજા સામે ફરિયાદ નોંધી છે.યુવતીએ બળાત્કાર, ધાકધમકી અને જાતી અપમાનિત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતાના છૂટકે સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરવી પડી છે. છેલ્લા બે માસથી જામનગર શહેરમાં ટોકિંગ પોઈન્ટ બની ગયેલ આ પ્રકરણની વિગત એક […]

Gujarat Others
3074982d32aea7a9e0a9cbc004927400 જામનગરના ટોક ઓફ ટાઉન બનેલા મુદ્દે પોલીસે નોંધી ફરિયાદ, જાણો શું છે આ મામલો

જામગનરમાં ચકચારી બનેલા પ્રકરણમાં આખરે પોલીસે રાજકીય પ્રેશર વચ્ચે પણ કોર્ટના હુકમ બાદ ભાજપ નગરસેવકના ભાણેજ, પુત્ર અને ભત્રીજા સામે ફરિયાદ નોંધી છે.યુવતીએ બળાત્કાર, ધાકધમકી અને જાતી અપમાનિત કર્યા અંગેની ફરિયાદ નોંધાવતાના છૂટકે સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરવી પડી છે.

છેલ્લા બે માસથી જામનગર શહેરમાં ટોકિંગ પોઈન્ટ બની ગયેલ આ પ્રકરણની વિગત એક છે કે, ગુલાબનગર વિસ્તારમાં રહેતા હિતેન સામજીભાઈ કણજારીયાએ એક વર્ષ પૂર્વે શહેરની જ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં મળેલ આ શખ્સે યુવતીને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી સંબંધ વધાર્યો હતો. દરમિયાન પ્રેમના નામે પ્રેમી હિતેને અનેક વખત શારીરિક સબંધની માંગણી કરી હતી જેની સામે યુવતીએ લગ્નની ઇચ્છા જાહેર કરી હતી. સમય જતા આ શખ્સે વર્ષ 2019માં માર્ચ મહિનામાં વિદ્યાનગર લઇ ગયો હતો.જ્યાં પણ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ યુવતી રડવા લાગતા આખરે હિતેને તેણીને 9/9/2019ના રોજ ધોરાજી લઇ જઈ તેને મિત્ર પાસે લગ્નના કાગળો તૈયાર કરાવી, સાથેના ફોટો પાડી, કાગળોમાં સહીઓ લીધી હતી. ત્યારબાદ હિતેને તેણીને તેના ઘરે લઇ જવાના બદલે થોડા સમય બાદ લઇ જઈશ એમ જણાવી તેણી સાથે શારીરિક સંબંધ બાંધી લીધા હતા અને તેના માતાના ઘરે મોકલી દીધી હતી.

અહી સુધી બધું બરાબર હતું પણ હિતેન તેણીને ઘરે લઇ ગયા પછી તેના માતા પિતાએ ઘરમાં પ્રવેશ આપ્યો ન હતો અને યેનકેન પ્રકારે તેણીને તેના માતાના ઘરે મોકલી દીધી હતી.ત્યારબાદ પણ હિતેન તેણી સાથે શારીરિક સંબંધ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ હાલ કોરોના કાળમાં માતાને ઘરે રહેલ યુવતીને હિતેન અને તેના મામા એવા ભાજપના કોર્પોરેટર જશરાજ પરમારના પુત્ર તપન અને ભત્રીજા પૂર્વેશ પરમારએ સાથે રહી તેણીને બોલાવી બે-ત્રણ વખત મીટીંગ કરી હડધૂત કરી તેણીની જાતિ વિષે જેમતેમ બોલી તરછોડી દીધી હતી.

આરોપી હિતેને તેણીનો પત્ની તરીકે અસ્વીકાર કરી ઇનકાર કર્યો હતો, પોતાની સાથે વિશ્વાસઘાત કરી હિતેને બળાત્કાર ગુજારી, તેના મામાના દીકરા સાથે મળી ધાક ધમકી આપી, જ્ઞાતિ અપમાનિત કરી હતી. જેને લઈને તેણીએ મહિનાં પૂર્વે જામનગર એસપીને અરજી કરી હતી.જેના જવાબમાં પોલીસે રાજકીય દબાવ વચ્ચે પ્રકરણને દબાવી દેવા પ્રયાસ કર્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું હતું.પોલીસે અરજીનો માંડવાળ કરી દેતા યુવતીએ શહેરના નામાંકિત વકીલ વીએચ કનારાનો સંપર્ક કરી કોર્ટમાં અરજી કરી હતી. અને સીઆરપીસી કલમ 156 મુજબ સીટી બી ડિવિઝન ના અધીકારીને હુકમ કરવાની માંગણી કરી હતી. જેને લઈને કોર્ટે સીટી બી ડિવિઝન ના પીઆઈને બોલાવી ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો.જેને લઈને પોલીસે ના છૂટકે ત્રણેય આરોપીઓ સામે બળાત્કાર, ધાકધમકી અને હડધૂત કરવા સબબ ફરિયાદ નોંધવા મજબુર થવું પડ્યું છે.રાજકીય હથિયારો હેઠા પડતા અને કોર્ટના સખ્ત વલણની હાલ શહેરમાં ચર્ચા થઇ રહી છે.

@સલમાન ખાન મંતવ્ય ન્યુઝ જામનગર….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.