કોરોના/ કોરોનાના લીધે અત્યાર સુધી ત્રણેય સેનાના 184 જવાનોના મોત નિપજ્યાં છે : સરકાર

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આર્મીમાં કોરોના વાયરસના ચેપના 42,527 કેસ નોંધાયા છે

Top Stories
army 4 કોરોનાના લીધે અત્યાર સુધી ત્રણેય સેનાના 184 જવાનોના મોત નિપજ્યાં છે : સરકાર

દેશના સામાન્ય નાગરિકોની જેમ, સશસ્ત્ર દળના જવાનોને પણ મોટી સંખ્યામાં કોરોનાવાયરસથી ચેપ લાગ્યો હતો અને સરકારે સોમવારે કહ્યું હતું કે કોવિડ -19 રોગને કારણે અત્યાર સુધીમાં ત્રણ સેનાના 184 સૈનિકો મૃત્યુ પામ્યા છે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આર્મીમાં કોરોના વાયરસના ચેપના 42,527 કેસ નોંધાયા છે, જ્યારે 133 જવાનો આના કારણે મૃત્યુ પામ્યા છે.

ભટ્ટે જણાવ્યું હતું કે નૌકાદળમાં 6688 જવાનોને આ જીવલેણ કોરોનાનો ચેપ લાગ્યો હતો જ્યારે ચાર સભ્યો મૃત્યુ પામ્યા હતા, જ્યારે એરફોર્સમાં 13,249 જવાનોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને 47 જવાનો મૃત્યુ પામ્યા હતા.આ રોગ દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિને વિશેષ વળતર આપવામાં આવતું નથી. સેવા દરમ્યાન  મૃત્યુના  તમામ કેસોમાં નિવૃત્તિના વિવિધ લાભ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક નીવડી હતી જેમાં અસંખ્ય લોકોના મોત નીપજ્યાં છે, કોરોનાના લીધે દેશના જવાનો પણ મોતને ભેટયા હતા, આ જવાનો તેમની ચાલુ  સર્વિસ દરમિયાન મોત થયા હતા.