Not Set/ બાબા રામદેવે હરિદ્વારમાં ‘ પતંજલિ પરિધાન ‘ શો રૂમનું કર્યું ઉદ્ઘાટન

બાબા રામદેવની બ્રાંડ પતંજલિએ થોડા સમય પહેલા કપડા ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. શનિવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષણે હરિદ્વારમાં ઉત્તરાખંડનો પ્રથમ પતંજલિ કપડાના શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. પતંજલિ યોગપીઠ પરિસરમાં આ શો રૂમ ખોલવામાં આવ્યો છે. શોરૂમનું ઉદ્ઘાટન કરતી વખતે બાબા રામદેવે કહ્યું કે આવનારા ૫૦ વર્ષોમાં સ્વાસ્થ્ય, સ્વાવલંબન, શિક્ષા અને રોજગારના ક્ષેત્રમાં ભારતને દુનિયાની […]

Top Stories India Trending
jali બાબા રામદેવે હરિદ્વારમાં ' પતંજલિ પરિધાન ' શો રૂમનું કર્યું ઉદ્ઘાટન

બાબા રામદેવની બ્રાંડ પતંજલિએ થોડા સમય પહેલા કપડા ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. શનિવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષણે હરિદ્વારમાં ઉત્તરાખંડનો પ્રથમ પતંજલિ કપડાના શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે.

DrJnvRKU0AEBQE બાબા રામદેવે હરિદ્વારમાં ' પતંજલિ પરિધાન ' શો રૂમનું કર્યું ઉદ્ઘાટન

પતંજલિ યોગપીઠ પરિસરમાં આ શો રૂમ ખોલવામાં આવ્યો છે. શોરૂમનું ઉદ્ઘાટન કરતી વખતે બાબા રામદેવે કહ્યું કે આવનારા ૫૦ વર્ષોમાં સ્વાસ્થ્ય, સ્વાવલંબન, શિક્ષા અને રોજગારના ક્ષેત્રમાં ભારતને દુનિયાની મહાશક્તિ બનાવી દેશે.

આ હશે પતંજલિના કપડા

પતંજલિએ હવે પોષક ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે જેમાં સ્પોર્ટ્સ વીયર, એથનિક વીયર, આસ્થા વુમેન્સ વીયર અને સંસ્કાર મેન્સ વીયર નામની અલગ-અલગ બ્રાંડમાં કપડા વહેચાશે.પુરુષોના કપડામાં જીન્સ પણ છે.

પતંજલિ ‘ પરિધાન ‘ હેઠળ ૩૦૦૦ કપડા લોન્ચ થવાના છે. પરિધાનની અન્ય પ્રોડક્ટમાં બેડશીટ અને બીજા કપડાઓ ભારતીય સંસ્કૃતિને પ્રેરિત હશે.

રામ મંદિર વિશે કહ્યું આવું 

ઉદ્ઘાટન માટે પહોચેલા બાબા રામદેવે રામ મંદિર વિશે પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણ માટે કોર્ટના ધક્કા ખાવા એ ખરાબ વાત છે. સરકારે વિવાદિત જમીન સમાજને સોંપી દેવી જોઈએ. રામ મંદિરનું નિર્માણ સમાજ જાતે જ કરી લેશે.