Not Set/ #INDvsAUS : સિડની ટેસ્ટમાં રાહુલની આ ઈમાનદારી જોઈ અમ્પાયર પણ થયા મુરીદ

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટના નુકશાને ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંત સુધી પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટના નુકશાને ૨૩૬ રન બનાવ્યા છે. જો કે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ […]

Trending Sports
DwIKLbCVAAAstDv #INDvsAUS : સિડની ટેસ્ટમાં રાહુલની આ ઈમાનદારી જોઈ અમ્પાયર પણ થયા મુરીદ

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટના નુકશાને ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી.

યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના અંત સુધી પ્રથમ ઇનિંગ્સમાં ૬ વિકેટના નુકશાને ૨૩૬ રન બનાવ્યા છે.

DwIeFNWUUAAJaOZ #INDvsAUS : સિડની ટેસ્ટમાં રાહુલની આ ઈમાનદારી જોઈ અમ્પાયર પણ થયા મુરીદ

જો કે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ દરમિયાન ભારતીય ખેલાડી લોકેશ રાહુલની ઈમાનદારીની પ્રશંસા કરવામાં આવી રહી છે અને પોતે ઓન ફિલ્ડ અમ્પાયર પણ મુરીદ થયા છે.

હકીકતમાં કાંગારું ઓપનર બેટ્સમેન માર્કસ હેરિસ જયારે ૨૪ રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે ત્તેઓએ સ્પિન બોલર રવીન્દ્ર જાડેજાના એક બોલ ડ્રાઈવ રમી હતી. હેરિસના આ શોટને છલાંગ લગાવીને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક બાજુ રાહુલનો આ કેચ જોઈ ભારતીય ખેલાડીઓ ઉત્સાહિત થઇ ગયા અને વિકેટ મળી ગઈ હોય તે અંગે ઈચ્છી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ રાહુલે અમ્પાયરને ઈશારો કરીને બતાવ્યું હતું કે, બોલ જમીન પર અડી ચુકી છે અને તેઓએ કેચ પકડ્યો નથી.

કે એલ રાહુલની આ ઈમાનદારી જોઈ અમ્પાયર ઇયાન ગુલ્ડ દ્વારા તેઓની પ્રશંસા કરાઈ હતી. આ ઉપરાંત સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પણ રાહુલના મુરીદ થયા હતા.