Not Set/ કેન્સરની ખોટી અફવા બાદ ન્યુયોર્કમાં ઋષિ કપૂરને મળવા ગયાં સોનાલી બેન્દ્રે અને પ્રિયંકા ચોપરા, ફોટો કર્યા શેર

બોલીવુડ સેલેબ્રીટીસ ઘણાં લોકોને પ્રેરણા આપતા હોય છે. સોનાલી બેન્દ્રે હાલ ન્યુ યોર્કમાં કેન્સર સામે લડત આપી રહી છે અને લોકોને એમની પોસ્ટ મારફતે પોઝીટીવીટી પણ આપી રહ્યાં છે. થોડાં સમય પહેલાં રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરે પણ પોતાની ખરાબ તબિયત વિષે એમનાં ફેન્સને જણાવ્યું હતું. તેઓ યુએસએ ટ્રીટમેન્ટ માટે ગયાં છે. ઋષિ કપૂર, નીતુ […]

Trending
rishikapoor કેન્સરની ખોટી અફવા બાદ ન્યુયોર્કમાં ઋષિ કપૂરને મળવા ગયાં સોનાલી બેન્દ્રે અને પ્રિયંકા ચોપરા, ફોટો કર્યા શેર

બોલીવુડ સેલેબ્રીટીસ ઘણાં લોકોને પ્રેરણા આપતા હોય છે. સોનાલી બેન્દ્રે હાલ ન્યુ યોર્કમાં કેન્સર સામે લડત આપી રહી છે અને લોકોને એમની પોસ્ટ મારફતે પોઝીટીવીટી પણ આપી રહ્યાં છે. થોડાં સમય પહેલાં રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરે પણ પોતાની ખરાબ તબિયત વિષે એમનાં ફેન્સને જણાવ્યું હતું. તેઓ યુએસએ ટ્રીટમેન્ટ માટે ગયાં છે. ઋષિ કપૂર, નીતુ કપૂર અને સોનાલી બેન્દ્રે મળ્યા હતા અને તેઓએ ફોટા પણ શેર કર્યા હતા.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર અમુક ફોટો વાયરલ થઇ રહ્યાં છે જે ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે એમનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. નીતુ કપૂરે આ ફોટા શેર કર્યા હતા અને કેપ્શન લખ્યું હતું @priyankachopra લવ યુ @iamsonalibendre લવ યુ @srishtibehlarya ગોલ્ડી!! વન્ડરફુલ બ્યુટીફૂલ પીપલ. આ ફોટો છે ઋષિ કપૂર, નીતુ કપૂર, અને પ્રિયંકા ચોપરાનો. ન્યુ યોર્કમાં તેઓએ આ ફોટા પાડ્યા હતા.

હાલ ઋષિ કપૂર અને નીતુ કપૂર ન્યુ યોર્કમાં છે અને ઋષિ કપૂરનાં અમુક ટેસ્ટ થઇ રહ્યાં છે કારણકે એમની તબિયત લથડી ગઈ હતી. ફેન્સે તો એવું માની લીધું હતું કે એમને કેન્સર છે પરંતુ આ વાત ખોટી સાબિત થઇ જયારે એમનાં મોટા ભાઈ રણધીર કપૂરે આ વાત નકારી હતી. કેન્સરની અફવા બાદ ઋષિ કપૂર પહેલીવાર પોતાના મિત્ર અનુપમ ખેર સાથે સમય વિતાવતા સામે આવ્યા હતા.

Instagram will load in the frontend.

આ ફોટો પ્રિયંકા ચોપરાએ પણ એનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શન લખ્યું હતું તમને બંનેને જોઇને સારું લાગ્યું. લાફ્ટર અને સ્માઈલ હંમેશાની જેમ.