Not Set/ Video: બાયડ અને માલપુરમાં ધોધમાર વરસાદ, 5 ગામોને કરાયા એલર્ટ

અરવલ્લી અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મુશળધાર વરસાદ વરસ્યો. જેને પગલે ભિલોડા, ધનસુરા, મોડાસા, મેઘરજ, બાયડ અને માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ ઉપરવાસમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. ડેમ ઓવરફ્લો થતાં 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કિનારાના 5 ગામોને […]

Top Stories Gujarat Trending Videos
ahmedabad 16 Video: બાયડ અને માલપુરમાં ધોધમાર વરસાદ, 5 ગામોને કરાયા એલર્ટ

અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં 24 કલાકથી મુશળધાર વરસાદ વરસ્યો. જેને પગલે ભિલોડા, ધનસુરા, મોડાસા, મેઘરજ, બાયડ અને માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ ઉપરવાસમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે.

ડેમ ઓવરફ્લો થતાં 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કિનારાના 5 ગામોને એલર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે મોડાસાના માજુમ ડેમમાં ગત રોજ 8 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે રાત્રી દરમિયાન વધુ 5 હજાર ક્યુસેક પાણીની આવક નોંધવા પામી હતી.

જેના કારણે ડેમની સપાટીમાં 80 સેન્ટિમીટરનો વધારો થવા પામ્યો હતો. હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં પણ વરસાદ તેજ ગતિથી વહી રહ્યો છે..ત્યારે હજુ જળાશયોની સપાટીમાં વધારો થવાની પૂરેપૂરી શકયતા રહેલી છે.