Exam/ ધો.10 બાદ ધો.12 બોર્ડ વિ.પ્ર.બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર

કોરોનાકાળે દેશ-દુનિયા સહિત ગુજરાતમાં પણ તમામ બાબતો અસ્તવ્યસ્ત કરી નાખી છે. કપરા કાળમાં જો કોઇ ક્ષેત્રને સૌથી મોટું નુકસાન થયુ હોય તેવુ જોવામાં આવે તો કહી શકાય કે તે શિક્ષણનું ક્ષેત્ર છે.

Gujarat Others
ipl2020 86 ધો.10 બાદ ધો.12 બોર્ડ વિ.પ્ર.બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર

કોરોનાકાળે દેશ-દુનિયા સહિત ગુજરાતમાં પણ તમામ બાબતો અસ્તવ્યસ્ત કરી નાખી છે. કપરા કાળમાં જો કોઇ ક્ષેત્રને સૌથી મોટું નુકસાન થયુ હોય તેવુ જોવામાં આવે તો કહી શકાય કે તે શિક્ષણનું ક્ષેત્ર છે. શાળાઓ બંધ અને ઓનલાઇન શિક્ષણનાં કારણે શાળા-શિક્ષકો અને વિદ્યાર્થી સહિત વાલી અને તંત્ર પણ વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાછલા આખા વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો પ્રશ્ન અને સસ્પેન્સ હતું તે હતું પરિક્ષાનું શું ??? અને જો પરિક્ષા યોજવામાં આવશે તો શું પુછાશે અને શું નહીં ???

ધો.10 બાદ ધો.12 બોર્ડ વિ.પ્ર.બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર

સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલાનો ઉકેલ પણ લાવી દેવામાં આવ્યો છે અને ધો.10 બાદ ધો.12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર કરી દીધું છે. આપણે જણાવી દઇએ કે, જાહેર કરવામાં આવેલા માળખા પ્રમાણે 100 ગુણનાં પ્રશ્નપત્રમાં 50 ટકા હેતુલક્ષી અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના સવાલો પુછવામાં આવશે.

ધો.10 બાદ ધો.12 બોર્ડ વિ.પ્ર.બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરકાર દ્વારા પહેલેથી જ 30% અભ્યાસ ઘટાડો કરી દીધાની જાહેર કરી દેવામાં આવી હતી, તો આગામી દિવસોમાં યોજાનારી પરિક્ષાઓમાં આ ઘટાડાને અનુરૂપ પરિક્ષા માળખુ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધો.10-12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રનું માળખુ જાહેર થયુ હતું, તો હાલ ધો.10 બાદ ધો.12 બોર્ડ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષાનું માળખુ જાહેર કરી દેવામાં આવતા અનેક અસમંજસોનો અંત આવી ગયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…