Not Set/ ખુશી કપૂર બહેન જહાનવીના સોંગ “ઝીંગાટ’ પર કર્યો ડાન્સ, વીડીયો વાયરલ

મુંબઈ જહાનવી કપૂરની ડેબ્યુ બોલિવૂડ ફિલ્મ “ધડક” રિલીઝ થઇ ચુકી છે  ફિલ્મ વિશે પ્રેક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 7 થી 10 મિલિયન કમાણી થવાની ધારણા કરવામાં આવી છે. જહાનવીની નાની બહેન ખુશી કપૂર ફિલ્મ રિલીઝ પહેલા ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી હતી, જણાવી દઈએ કે, હાલ […]

Entertainment Videos
mahi ff ખુશી કપૂર બહેન જહાનવીના સોંગ "ઝીંગાટ' પર કર્યો ડાન્સ, વીડીયો વાયરલ

મુંબઈ

જહાનવી કપૂરની ડેબ્યુ બોલિવૂડ ફિલ્મ “ધડક” રિલીઝ થઇ ચુકી છે  ફિલ્મ વિશે પ્રેક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 7 થી 10 મિલિયન કમાણી થવાની ધારણા કરવામાં આવી છે. જહાનવીની નાની બહેન ખુશી કપૂર ફિલ્મ રિલીઝ પહેલા ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી હતી, જણાવી દઈએ કે, હાલ ખુશીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે  કારની અંદર ફિલ્મ “ધડક”ના સોંગ પર નાચી રહી છે.

આપને જણાવી દઈએ કે, ખુશી કપૂરના ઘણા ફેન્સે આ વીડીયો  શેર કર્યો છે. વીડીયોમાં, મોટી બહેન જહાનવીની ફિલ્મ ‘ધડક”નું સોંગ “ઝીંગાટ” પર ડાન્સ કરી રહી છે. જહાનવીના ડેબ્યુ પછી હવે ફેન્સને ખુશી કપૂરની બોલિવૂડની પ્રથમ ફિલ્મ વિશે ઉત્સાહિત છે. જો કે, શ્રીદેવીની નાની પુત્રી, ખુશીએ અત્યાર સુધીમાં બોલિવૂડની પ્રથમ ફિલ્મ માટે કોઈ ઇચ્છા વ્યક્ત કરી નથી.

જુઓ વીડીયો

https://twitter.com/khushikworld/status/1019909338314559488

જો તમને યાદ હોય તો, જયારે એક અખબારમાં જહાનવી સાથે વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું કે, ખુશી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે? તો જહાનવીએ જવાબમાં કહ્યું કે આનો જવાન ખુશી જ આપી શકે છે.