Not Set/ પીએમ મોદી પર લખાયેલું આ પુસ્તક લોન્ચ કરશે ઋષિ કપુર 

મુંબઇ બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુસ્તક એગ્ઝામ વોરીયર્સના ઉર્દુ વર્ઝનને લોન્ચ કરશે. આ પુસ્તક અત્યાર સુધી અંગ્રેજી  ઉપરાંત હિન્દી, ઉડીયા, તમિલ અને મરાઠી ભાષામાં રીલીઝ થઈ ચુકી છે. આ પુસ્તકમાં એ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને ટીચર્સને ઉપયોગી સલાહ આપવામાં આવી છે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે […]

Trending Entertainment
tr પીએમ મોદી પર લખાયેલું આ પુસ્તક લોન્ચ કરશે ઋષિ કપુર 
મુંબઇ
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુર હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુસ્તક એગ્ઝામ વોરીયર્સના ઉર્દુ વર્ઝનને લોન્ચ કરશે.
આ પુસ્તક અત્યાર સુધી અંગ્રેજી  ઉપરાંત હિન્દી, ઉડીયા, તમિલ અને મરાઠી ભાષામાં રીલીઝ થઈ ચુકી છે.
આ પુસ્તકમાં એ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને ટીચર્સને ઉપયોગી સલાહ આપવામાં આવી છે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ પુસ્તક લોન્ચિંગ પ્રસંગે વડાપ્રધાન મોદી ઉપરાંત અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પણ ઉપસ્થિત  રહેશે.
Image result for rishi kapoor in mulk
મહત્વનુ છે કે, હાલમાં જ ઋષિ કપુર તાપસી પન્નુ સાથેની ફિલ્મ મૂલ્કમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી. તેમજ અત્યારે તેઓ પોતાની આગામી ફિલ્મના શુટિંગ માટે દિલ્હીમાં છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલીવુડની એક સમયની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ નજરે પડશે.