Not Set/ સર્જિકલ સ્ટ્રાઇક સફળ કરવા સેનાએ દીપડાનાં મળ-મૂત્રનો લીધો હતો સહારો, જાણો કેમ

  જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાકિસ્તાન સરહદમાં ઘુસી કરેલ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની સરહદની અંદર 15 કિલોમીટર સુધી ઘુસીને આતંકી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો તે સમયે દીપડાના મળ-મૂત્રથી સેનાને મદદ મળી હતી. પૂર્વ નગરોટા કોર્પ્રસના કમાન્ડર લેન્ફટનન્ટ જનરલ […]

Top Stories India Trending
army 7592 1 સર્જિકલ સ્ટ્રાઇક સફળ કરવા સેનાએ દીપડાનાં મળ-મૂત્રનો લીધો હતો સહારો, જાણો કેમ

 

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ એલઓસી પાર કરીને પાકિસ્તાન સરહદમાં ઘુસી કરેલ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ એક મોટો ખુલાસો થયો છે.

પાકિસ્તાની સરહદની અંદર 15 કિલોમીટર સુધી ઘુસીને આતંકી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો તે સમયે દીપડાના મળ-મૂત્રથી સેનાને મદદ મળી હતી. પૂર્વ નગરોટા કોર્પ્રસના કમાન્ડર લેન્ફટનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરોકરને સમ્માનિત કરવા માટે એક કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. જેમાં તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અંગે પણ વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યુ કે,

Gen Nimbhorkar 5323 સર્જિકલ સ્ટ્રાઇક સફળ કરવા સેનાએ દીપડાનાં મળ-મૂત્રનો લીધો હતો સહારો, જાણો કેમ
Rajendra Nimbhorkar

પાકિસ્તાનની સીમામાં 15 કિમી અંદર પહોંચ્યા બાદ ભારતીય સેનાએ દીપડાના મળ-મૂત્રનો ઉપયોગ કર્યો હતો, જેથી કુતરાઓને શાંત રાખવામાં આવે. સરહદ પર આસપાસના જંગલોમાં અમે જાયુ હતું કે દીપડા અનેક વખત કૂતરાઓ પર હુમલો કરે છે અને આ હુમલાઓથી પોતાને બચાવવા માટે જંગલી કૂતરા ટોળકીમાં જ રહે છે.”

વધુમાં તેમણે જણાવ્યુ કે, રણનીતિ બનાવતી વખતે અમને ખબર હતી કે ગામના રસ્તાઓમાં નિકળતા કૂતરાઓ ભસવાનુ શરુ કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે ભારતીય સેના દીપડાના મૂળ-મૂત્રને પોતાની સાથે લઈને ગઈ હતી. તેને ગામની બહાર છાંટી દેવામાં આવ્યુ હતું, જેથી કૂતરાઓ ભસે નહીં અને સેના સરળતાથી સીમા પાર કરી શકે. જેની મદદથી ભારતીય સેના યોગ્ય સમયે પહોંચી ગઈ અને સેનાએ તક જાઈને આતંકીઓ પર હુમલો કરી દીધો.