નવી દિલ્હી/ વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ, GDP 854.7 અરબ ડોલર, બ્રિટન સરક્યું, જાણો સંપૂર્ણ વિગતો

ભારત ફરીથી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. બ્રિટન આ યાદીમાંથી બહાર થઈ ગયું છે અને છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. તેની અર્થવ્યવસ્થા 816 અરબ ડોલર હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રેકોર્ડ અનુસાર, વર્ષ 2021ના છેલ્લા 3 મહિનામાં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે.

Top Stories India
વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા

કોરોના સમયગાળા દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં, ભારતે તેની અર્થવ્યવસ્થાને પડવા દીધી નથી. ભારત ફરીથી વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આ સિદ્ધિ એવા સમયે મળી છે જ્યારે પાડોશી દેશો-શ્રીલંકા અને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તે જ સમયે નેપાળ અને બાંગ્લાદેશ તેમની અર્થવ્યવસ્થાને સંભાળવામાં સક્ષમ નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના રેકોર્ડ અનુસાર, વર્ષ 2021ના છેલ્લા 3 મહિનામાં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ડેટા દર્શાવે છે કે ભારત નાણાકીય વર્ષ-2022-23માં પણ આ વૃદ્ધિ જાળવી રહ્યું છે. ભારતની અર્થવ્યવસ્થા $854.7 અરબ ડોલર રહી.

આ વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓવાળા દેશ

IMFના આંકડા દર્શાવે છે કે અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેની GDP $25350 અરબ ડોલર છે. ચીન બીજા નંબર પર છે. તેની GDP $199110 અરબ ડોલર છે. જાપાન ત્રીજા નંબર પર છે. તેની GDP 4910 અબજ ડોલર છે. જ્યારે જર્મની ચોથા નંબર પર છે. તેની GDP $854.7 અરબ ડોલર છે. બ્રિટન આ યાદીમાંથી બહાર થઈ ગયું છે અને છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. તેની અર્થવ્યવસ્થા $816 અરબ ડોલર હતી. વધતી જતી મોંઘવારીની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. બ્રિટનને આ ઝટકો રોજિંદી જરૂરીયાતની વસ્તુઓની કિંમતના કારણે લાગ્યો છે. એટલે કે અગાઉ તે આ યાદીમાં પાંચમા નંબરે હતો. રસપ્રદ અને મહત્વની વાત એ છે કે વિશાળ વસ્તી ધરાવતા દેશમાં કોરોનાની ભારે અસર છતાં અર્થવ્યવસ્થા સુધરી છે.

10 વર્ષ પહેલા ભારત 11મા સ્થાને હતું

આપને જાણીને નવાઈ લાગશે કે 10 વર્ષ પહેલાનું ભારત આ યાદીમાં 11મા સ્થાન પર હતું. બ્રિટનની અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વધી રહેલી મોંઘવારી અને મંદીના સતત વધતા જોખમ સાથે ઝઝૂમી રહી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું માનવું છે કે આ સ્થિતિ 2024 સુધી રહેવાની છે. પરંતુ અહીં, ભારતીય અર્થતંત્ર આ વર્ષે 7%ના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન છે. IMF મુજબ, 2019 માં પણ, ભારત નજીવી GDPની દ્રષ્ટિએ 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ($2.9 લાખ કરોડ ડોલર) તરીકે ઉભરી આવ્યું હતું. ત્યારે પણ બ્રિટન (2.8 લાખ કરોડ ડોલર) છઠ્ઠા સ્થાને હતું. એ અલગ વાત હતી કે આ પછી બ્રિટન પાંચમા સ્થાને આવ્યું અને ભારત નીચે પડી ગયું. આપને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં, ભારત ચીનને પાછળ છોડીને MSME ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું.

ભારતની આગાહી સાચી પડતી જણાય છે

26 ઓગસ્ટે, ‘FE બેસ્ટ બેંક એવોર્ડ’ કાર્યક્રમમાં, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ (2022-23)માં ભારતની અર્થવ્યવસ્થા 7.4 ટકાના દરે વૃદ્ધિ પામશે. નાણાકીય વર્ષ 2023-24માં પણ વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વિશ્વ બેન્કે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેવાનો અંદાજ મૂક્યો છે. આ અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ સાથે પણ મેળ ખાય છે.

5 ટ્રિલિયન અર્થતંત્રનું સ્વપ્ન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય છે. 8 વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ ડિજિટલ ઈન્ડિયાના નારા સાથે દેશની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં ઘણા મોટા પગલાં લીધા. આ દરમિયાન નોટબંધી, એસેટ મોનેટાઈઝેશન, શેરબજારમાં ઘટાડો, કોરોના રોગચાળો, રશિયા-યુક્રેન યુદ્ધ વગેરેની પણ અસર થઈ, પરંતુ ભારતે તેની અર્થવ્યવસ્થાને અકબંધ રાખ્યું.

આ પણ વાંચો: નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા

આ પણ વાંચો:ઇંગ્લેન્ડના નવા PM કોણ? કાઉન્ટડાઉન શરૂ, ભારતીય મૂળના ઋષિ સુનક માટે કપરા ચઢાણ

આ પણ વાંચો:ભાજપની કોર કમિટીની બેઠકમાં PM મોદીએ આપી હાજરી, કાર્યકર્તાઓને આપ્યો આ મંત્ર