બોલતી બંધ/ દાઉદ અને સઈદને ક્યારે સોંપશો? આ પ્રશ્ન પર પાકિસ્તાની ઓફિસરે કર્યો આવો ઈશારો

પત્રકારે કહ્યું, મારે એક પ્રશ્ન છે. આ પછી મોહસીન બટ્ટે હાથ મિલાવીને બોલવાની ના પાડી. પત્રકારે કહ્યું, તમે જરા સવાલ સાંભળો. જો તમે ઇચ્છો તો તેનો જવાબ આપજો. શું ભારત…

Top Stories World
PAK Stopped Speaking

PAK Stopped Speaking: ઈન્ટરપોલની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા એક પાકિસ્તાની અધિકારીને દાઉદ ઈબ્રાહિમ અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદનું નામ સાંભળીને જાણે સાપ સૂંઘી ગયો. વાસ્તવમાં, જ્યારે મીડિયા કર્મચારીઓએ પાકિસ્તાનની સૌથી મોટી તપાસ એજન્સી ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના મહાનિર્દેશક મોહસિન બટ્ટને પૂછપરછ કરવા માંગતા હતા, ત્યારે તેમણે બોલવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, પત્રકરે તેમને પૂછ્યું કે પાકિસ્તાન ક્યારે દાઉદ અને આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપશે? આ પ્રશ્ન પર પાકિસ્તાની ઓફિસરના મોં પર તાળા લાગી ગયા હતા.

પત્રકારે કહ્યું, મારે એક પ્રશ્ન છે. આ પછી મોહસીન બટ્ટે હાથ મિલાવીને બોલવાની ના પાડી. પત્રકારે કહ્યું, તમે જરા સવાલ સાંભળો. જો તમે ઇચ્છો તો તેનો જવાબ આપજો. શું ભારત સાથેના સંબંધો આગળ વધશે? હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહિમ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે, શું તમે ભારતને સોંપશો? આના પર મોહસીન મોં પર આંગળી રાખતો જોવા મળ્યો હતો અને પછી પ્રશ્નને અવગણીને બેસી ગયો હતો. જણાવી દઈએ કે આ વખતે ભારતમાં ઈન્ટરપોલની 90મી મહાસભા યોજાઈ રહી છે. રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં 25 વર્ષ બાદ તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 195 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ મહાસભાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનથી થઈ હતી. તો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સમાપન ભાષણ આપવામાં આવશે.

ઇન્ટરપોલ શું છે?

આ સંગઠનની રચના 1923માં વિશ્વભરમાં ગુનાખોરીને રોકવા માટે કરવામાં આવી હતી. તે આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા છે. તેની સ્થાપના વિયેના, ઑસ્ટ્રિયામાં કરવામાં આવી હતી. 195 દેશો તેના સભ્ય છે. દરેક દેશની સરકાર તેમાં પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓને મોકલે છે. ભારતમાં છેલ્લી વખત ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી 1997માં યોજાઈ હતી. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર દિલ્હીમાં તેનું ફરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Visit/ જૂનાગઢમાં PM મોદીના સ્વાગતની તડામાર તૈયારી, 4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત